થરાદ તાલુકામાં ત્રણ સંતાનોની માતા ત્રણ મહિનાથી ગુમ મહિલા અભયમ ટીમનો ગાડીનો ડ્રાઈવર ભગાડી ગયાનો આક્ષેપ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ તાલુકામાં આવેલ એક ગામની યુવતી ગુમ થતાં તેનાં માતાપિતા પોતાની દીકરીને મેળવવા તરસી રહ્યા છે. જોકે મહિલા અભયમ ટીમનો ગાડીનો ડ્રાઈવર ભગાડી ગયો હોવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે  વાડ ચીભડા ગળે જેવી હકીકત અમારી સાથે થવા પામી છે.

થરાદ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી વારંવાર આપવામાં આવેલ છે,પરંતુ હજી સુધી યુવતીને પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે લાવેલ નથી કે તેના માતાપિતાને પોલીસ તરફથી કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી. જોકે યુવતીના માતા પિતાએ વેદનામાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે પોતાની દિકરીને ગમે તે રીતે પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવે તેનો ન્યાય માંગી રહ્યાં છીએ.

યુવતીના પિતા દ્વારા કરાયેલા આક્ષેપમાં જાણવા મળ્યું હતું કે મારી દિકરીએ થરાદ મહિલા અભયમ ટીમની મદદ માંગી હતી પણ થરાદ મહિલા અભયમ ટીમ ગાડીનો ડ્રાઇવર જ એમની દિકરીને પ્રેમમાં ફસાવીને ભગાડી ગયો છે. દિકરીના ત્રણ સંતાનો માતા વિહોણા બન્યા છે,ગમે તો ભોગે આ માસૂમ બાળકોને  પોતાની માતા સાથે મિલન કરાવો.જોકે થરાદ પોલીસ સ્ટેશન માં વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શુન્ય મળ્યું છે.તેમજ યુવતીની માતાએ જણાવ્યું હતું કે મારી દિકરી ભગાડી જનાર મહિલા અભયમ ગાડીના ડ્રાઇવરની બહેન થરાદ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હોવાથી અમારૂ કોઈ સાંભળતું નથી.આથી અમે ગરીબ પરિવાર ત્રણ મહિનાથી ધરમધકકા પોલીસ સ્ટેશનમાં ખાઈ રહ્યા છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.