તરસાડી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાળ પર, કહ્યું માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે

ગુજરાત
ગુજરાત

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગરપાલિકાના સફાઇ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. બાકી પગાર, અવસાનના કિસ્સામાં પરિવારના સભ્યને તાત્કાલિક નોકરી, લઘુત્તમ વેતન મુજબ પગાર સહિતની વિવિધ માંગણીઓને લઇ 90 લોકોએ જ્યાં સુધી માગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

સફાઈ કામદારોની માગ છે કે તમામ કામદારોને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવાય, અવસાન થાય તો પરિવારના સભ્યોને તાત્કાલિક નોકરી આપવામાં આવે, બાકી પગાર જેવી વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી કામથી અળગા રહ્યા હતા.નગરપાલિકા ચીફ ઓફિસર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો. આ ઉપરાંત માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.