ધાનેરા તાલુકાની આઠ જેટલી પ્રાથમિક શાળા માં રવિવારે પણ રહે છે ક્લાસ ચાલુ

બનાસકાંઠા
બનાસકાંઠા

શિષ્યૃત્તિ સહિત ની પરીક્ષાઓ માટે બાળકો ને અપાઈ રહ્યું છે શિક્ષણ: ધાનેરા પ્રાથમિક શાળા નેનાવા, લવારા, શેરગઢ, વિગેરે શાળાઓ  મો કર્મનિષ્ઠ શિક્ષકો બાળકો ના ભાવિ ની ચિંતા કરી અને શાળા કાર્ય ના સમય  સિવાય શિક્ષકો બાળકો ને અભ્યાસ પુરો પાડી રહ્યા છે. 

આગામી સમય મા સરકાર દ્વાર લેવામાં આવતી શિષ્યવૃત્તિ ની પરીક્ષા આવી રહી છે.જેમાં જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ નામ થી વિદ્યાર્થી પરીક્ષા આપતા હોય છે.જેમાં જે બાળક મેરીટ લીસ્ટ મા આવે એ બાળકો નાં શિક્ષણ પાછળનો ખર્ચ સરકાર આપતી હોય છે.જેથી બાળકો ને ધોરણ 12 સુધી વર્ષ દરમિયાન સરકાર દ્વારા શિષ્યુવૃતી આપવામાં આવે છે.શાળા માં અભ્યાસ કરતા બાળકો ને પરીક્ષા બાબતે પૂરતું માર્ગદર્શન સાથે ધાનેરા તાલુકા ની આઠ જેટલી પ્રાથમિક શાળા મા રવિવાર નાં રોજ પણ શિક્ષણ કાર્ય ચાલુ રહે છે.ધાનેરા તાલુકા ની નેનાવા..લવારા .. શેરગઠ..થાવર.. રવિયા. એડાલ..અને રામપુરામોટા પ્રાથમિક શાળા કેટલાક  શિક્ષકો રવિવાર ના રોજ છેલ્લા જુલાઈ માસ થી શાળા અભ્યાસ ક્રમ સિવાય અન્ય જ્ઞાન બાળકો ને પીરસી રહ્યા છે.જેના થકી શાળા ના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે ની પરીક્ષા માટે તૈયાર થઈ રહ્યા છે.પ્રાથમિક શાળા ના બાળકો મોટા ભાગે મધ્યમ કે ગરીબ પરિવાર માંથી આવતા હોય છે.જો કે તેઓ અભ્યાસ બાબતે કાળજી રાખતા હોય છે આવા બાળકો ની પસંદગી કરી ધાનેરા તાલુકા ના 12 જેટલા શિક્ષકો શિક્ષણ નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી બાળકો ને વિના મૂલ્યે સેવા સ્વરૂપે શિક્ષણ આપી રહ્યા છે.

પ્રકાશ ભાઈ શિક્ષક નેંનાવા પ્રાથમિક શાળા એ જણાવેલ કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ પણ ધાનેરા ખાતે થઈ રહેલા કાર્ય ની પ્રશંસા કરી છે.ધાનેરા પ્રાથમિક શિક્ષણ અધિકારી  જાગૃતીબેન અને દેસાઈ તેમજ બી.આર.સી કોઓર્ડીનેટર  વીરાભાઇ ચૌધરી ના માર્ગદર્શન ના કારણે  આગામી સમયમાં જ્ઞાન સાધના અને જ્ઞાનસેતુ ની  પરીક્ષામાં વિદ્યાર્થીઓ વધુ ને વધુ  પરીક્ષા આપવા માટે તૈયાર થાય સાથે ધાનેરા તાલુકાના  સૌથી વધારે  બાળકો પરીક્ષાનાં  મેરીટમાં આવે તેને લઈ  શાળા સમય પહેલા  એક કલાક અને જાહેર રજાઓના દિવસે પણ  શિક્ષકો એક.સાથે કે અલગ અલગ ટીમો બનાવી ભારત ના ભાવિ નું ઘડતર કરી રહ્યા છે.

શિવાભાઈ ચૌધરી શિક્ષક મોટા મેડા પ્રાથમિક શાળા એ જણાવ્યું હતું: આમ તો મોટા ભાગે અનિયમિતા નાં કારણે શિક્ષકો સામે કાર્યવાહી થતી આવી છે.જો કે ધાનેરા તાલુકા ની આઠ જેટલી પ્રાથમિક શાળા ના શિક્ષકો એક શિક્ષક ના ગુણો પર ખરા ઉતરી બાળકો ને શિક્ષણ આપી રહ્યા છે.જેમાં થી અન્ય  શિક્ષકો એ સીખ લેવાની જરૂરત છે.ફોટા સામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.