ઉત્તર ગુજરાતમાં ઉનાળુ સિઝનમાં પહેલીવાર ગરમી 40 ડિગ્રી પાર જતાં આકરી ગરમી અનુભવાઇ

મહેસાણા
મહેસાણા

હોળીના ભડકા સાથે ઉત્તર ગુજરાતમાં રાત્રીનું તાપમાન 23 ડિગ્રી પાર પહોંચતાં બેવડી ઋતુનો અંત આવ્યો છે. બીજી બાજુ, મંગળવારે ઉનાળુ સિઝનમાં પહેલીવાર ગરમી 40 ડિગ્રી પાર જતાં આકરી ગરમી અનુભવાઇ હતી. હવામાન વિભાગના મતે આગામી દસેક દિવસ સુધી વાતાવરણ આંશિક વાદળછાયું રહી શકે છે. મહેસાણામાં ગરમી 40 ડિગ્રી નોંધાઇ હતી.

ઉત્તર ગુજરાતના મુખ્ય ચાર શહેરોમાં મંગળવારે રાત્રીનું તાપમાન 23.5 થી 25.2 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. જેને લઇ રાત્રી દરમિયાન રહેતી ઠંડક ઓસરી હતી. આ સાથે બેવડી ઋતુએ વિદાય લીધી છે. બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત પરથી દિવસભર વાદળાંની અવર-જવર ચાલુ રહી હતી. આ દરમિયાન પોણા બે ડિગ્રી સુધી ગરમી વધી હતી. ચાર શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર પહોંચતાં બપોરના સમયે દેહ દઝાડતી ગરમીનો અનુભવ થયો હતો. અત્યાર સુધીની સિઝનમાં પહેલીવાર ગરમી 40 ડિગ્રી પાર પહોંચતાં અસહ્ય બની હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચેક દિવસ ગરમીની આ સ્થિતિ યથાવત રહી શકે છે. તેમજ આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણ આંશિક વાદળછાયું રહી શકે છે. જોકે, આ દરમિયાન માવઠાંની કોઇ શક્યતા નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.