ગુજરાતમાં કોરોનાએ ફરી દીધી દસ્તક, નવા 2 કેસ સામે આવતા લોકોમાં ફેલાયો ફફડાટ

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં ઉનાળો શરૂ થઈ ગયો છે, ત્યારે હવે એકવાર ફરી સ્વાઇન ફ્લૂના કેસ (H1N1) નોધાતા ફફડાટ પ્રસર્યો છે. સાથે જ કોરોના ના નવા બે કેસ સામે આવ્યા છે. જેનાથી લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આપણે જણાવી દઈએ કે કોરોનાના એક દર્દી યુવાન છે જેની 40 વર્ષની ઉમર છે જ્યારે બીજા દર્દી મહિલા છે જેમની ઉમર 75 વર્ષની છે.

કોરોના મહામારી એ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યુ હતું. ત્યારે આ જ કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે. અમદાવાદમાં કોરોનાના 2 કેસ સામે આવ્યા છે. બંને દર્દીઓને અમદાવાદ અસારવા સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. આ સાથે H1N1 ના 5 કેસ પણ નોંધાયા છે. રાત્રે સામાન્ય ઠંડી અને દિવસે પડી રહેલી ગરમીને કારણે બેવડી ઋતુ જોવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.