રાજ્યમાં કાળજાળ ગરમી! આ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં ગરમીની શરૂઆત સાથે જ 2 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. તેમાં અમરેલીમાં સૌથી વધુ 40.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ઉપરાંત અમદાવાદમાં તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું છે. તેમજ છેલ્લા 24 કલાકમાં તાપમાનના આંકડા જોઇએ તો ગાંધીનગર 37.2 ડિગ્રી, ડીસા 37.9 ડિગ્રી તથા વડોદરા 38.6 ડિગ્રી, અમરેલી 40.3 ડિગ્રી, ભાવનગર 37.4 ડિગ્રી તેમજ રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

માર્ચ મહિનામાં જ રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે. માર્ચ મહિનામાં જ મે અને જૂનમાં પડતી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં હજૂ પણ ગરમી કહેર મચાવશે. રાજ્યમાં હાલ ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. હવે વહેલી સવારે અને રાતે જ માત્ર થોડી ઠંડક લાગી રહી છે જ્યારે બાકીના સમયમાં તો આગ ઝરતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.