ડીસા તાલુકા ના ઢૂવા ગામે ઠાકોર સમાજ દ્વારા સામાજિક બંધારણ બનાવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા ના ડીસા તાલુકાના ટુવા ગામે ઠાકોર સમાજ દ્વારા સામાજિક બંધારણ બનાવી સમાજમાં પ્રવર્તતા કુરિવાજ પર અંકુશ લાવી અનેક રિવાજો પર પ્રતિબંધ લગાવ્યા છે. તેમજ આ પ્રતિબંધનો ઉલ્લંઘન કરનાર સામે સામાજિક બહિષ્કાર સુધીની જોગવાઈ કરવામાં આવી છે.

ડીસા તાલુકાના ઢુવા ગામે ઠાકોર સમાજ દ્વારા બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ઠાકોર સમાજ દ્વારા અનેક પ્રકારના સામાજિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.સમાજમાં પ્રવર્તતા કુરિવાજ સામે હવે લોકો જાગૃતિ દાખવે તે માટે ખાસ પ્રકારનું બંધારણ બનાવી સામાજિક કુરિવાજો માંથી લોકોને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, શ્રીમંત પ્રસંગ સગાઈ પ્રસંગ, જન્મ દિવસ સહિતના શુભ કે અશુભ પ્રસંગે લોકોએ કેવા પ્રકારનો સામાજિક વ્યવહાર કરવો તેમ જ કેટલા સુધીનો ખર્ચ કરવો તે આ બંધારણમાં દર્શાવાયું છે. સમાજના બંધારણનો ઉલ્લંઘન કરનાર સામે જે તે પ્રસંગમાં લોકોએ જવું નહીં તેમ જ બંધારણનો ઉલ્લેખ કરનાર વ્યક્તિને 5100 રૂપિયાનો દંડ કરવા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ આ વ્યવસ્થા ન જાળવે ત્યાં સુધી તેમના ઘરે બીજા કોઈ પ્રસંગમાં ન જવા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. ઠાકોર સમાજની આ સામાજિક પહેલને સમાજના તમામ લોકોએ અપનાવી લીધી છે અને બંધારણ પાળવાની ખાતરી આપી છે. આ બાબતે સમાજના આગેવાનો અને યુવાનોએ પણ બંધારણને સમર્થન આપતા જણાવ્યું હતું કે જે પ્રકારે પ્રસંગોમાં ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે, તેના કારણે સમાજમાં કેટલાક પરિવારો પછાત અને દેવામાં ડૂબી રહ્યા હતા ત્યારે સમાજને આગળ લાવવા માટે સમાજમાં શિક્ષણ વધે અને ખોટા ખર્ચાઓમાંથી બચી શકાય તે માટે સમાજના હિત માટે બનાવેલા બંધારણને તેઓએ સમર્થન આપ્યું હતું સાથે જ આ નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકો પાસેથી જે દંડ વસૂલવામાં આવશે તે પણ સમાજમાં શિક્ષણ પાછળ જ ખર્ચવામાં આવશે તેમ જણાવ્યું હતું .

અત્યારે કેટલાય સમાજમાં દેખાદેખી અને પાશ્ચર્ય સંસ્કૃતિના આંધળા અનુકરણના કારણે ગરીબ લોકોએ પણ પ્રસંગોમાં મોટા ખર્ચા કરવા પડે છે ત્યારે ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવેલી આ પહેલથી અનેક ગરીબ પરિવારો પ્રસંગોમાં ખોટા ખર્ચા કરી દેવામાં ડૂબતા બચી જશે . . .

ઠાકોર સમાજ દ્વારા બનાવવામાં આવેલ બંધારણ

સામાજિક પ્રસંગમાં ડીજે પ્રથા બંધ રાખવી

મરણ પ્રસંગમાં કફન પ્રથા બંધ રાખવી

ઓઢામણા રોકડ પૈસામાં કરવા

સગાઈ પ્રસંગમાં મર્યાદામાં 25 માણસો લઈ જવા

સગાઈ પ્રસંગમાં વર અથવા કન્યા ને 2100 હાથમાં આપવા

કંકોત્રીમાં માત્ર ઘરના જ વ્યક્તિ નામ લખવા

એક દિવસે બોલામણાની પ્રથા બંધ રાખવી

વરઘોડાની પ્રથા બંધ રાખવી

ઢૂંઢ પ્રથા મર્યાદામાં કરવી

છોકરાને પેટો બાંધવાની પ્રથા મર્યાદામાં કરવી

સામસામે લગ્ન મૂકવા કે બોલાવવાની પ્રથા બંધ રાખવી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.