કચ્છની ધરા ફરી ધ્રુજી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.3ની તીવ્રતા

ગુજરાત
ગુજરાત

કચ્છ જિલ્લામાં ફરી ધરા ધ્રુજી ઉઠી છે. મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ખાવડા નજીક મધ્યરાત્રિએ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.3 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાની નજીક નોંધાયું હતું. હાલ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

ભૂકંપ આવે ત્યારે તરત જ આ પગલાં લેવા જોઈએ-

1- જો તમે કોઈ ઘર, ઓફિસ કે કોઈ બિલ્ડિંગમાં હાજર હોવ તો ત્યાંથી બહાર નીકળીને ખુલ્લામાં આવો.

2- ખુલ્લા મેદાન તરફ દોડો. ધરતીકંપ દરમિયાન ખુલ્લા મેદાનથી વધુ સુરક્ષિત કોઈ જગ્યા નથી.

3- કોઈપણ બિલ્ડીંગ પાસે ઉભા ન રહો.

4- જો તમે એવી બિલ્ડિંગમાં છો જ્યાં લિફ્ટ હોય તો લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. આવી સ્થિતિમાં, સીડીનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.

5- ઘરના દરવાજા અને બારીઓ ખુલ્લા રાખો.

6- ઘરની તમામ વીજળીની સ્વીચો બંધ કરી દો.

7- જો ઈમારત ઘણી ઊંચી હોય અને તરત જ નીચે ઉતરવું શક્ય ન હોય તો ઈમારતમાં હાજર કોઈપણ ટેબલ, ઉંચા સ્ટૂલ કે પલંગની નીચે સંતાઈ જાઓ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.