પાલનપુરમાં સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા પાણીની પરબનો પ્રારંભ

બનાસકાંઠા
બનાસકાંઠા

દિવસના ૪૦૦૦ થી ૪૫૦૦ રાહદારીઓ સેવાનો લાભ લે છે. ઉનાળાની ગરમીમાં ૬૫ થી ૭૦ મિનરલ બોટલ પાણીનો ઉપયોગ થાય છે. સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા પાલનપુર ગુરુનાનક ચોક મુકામે ઉનાળાના ધોમ-ધખતા તાપમાં લોકોને રાહત મળે અને શુદ્ધ પાણી પી શકે એ હેતુથી સતત ૧૪ માં વર્ષે મિનરલ પાણીની પરબની શરૂઆત આજ રોજ કરવામાં આવી છે. ગુરુનાનક ચોક એટલે પાલનપુર શહેરનું હાર્દ સમાન સ્થળ આવી કાળ ઝાળ ગરમીમાં ખાસ કરીને ગામડેથી આવતા લોકોને ગરમીથી રાહત મેળળવા શુદ્ધ પાણી મળી રહે એ હેતુથી આ પરબ છેલ્લા ૧૪ વર્ષથી નિયમિત ઉનાળાની ઋતુના ૪ મહિના શરુ કરવામાં આવે છે.

આજ રોજ સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા શરુ કરવામાં આવેલ પરબના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી સદભાવના ગ્રુપ ટ્રસ્ટના ચેરમેન હરેશ ભાઈ ચૌધરી, નાગજીભાઈ દેસાઈ, હસમુખભાઈ પઢીયાર, ડો.સુરેન્દ્રભાઈ ગુપ્તા, રવિ સોની, હર્ષદ પટેલ, જાગૃતિ બેન મહેતા સહીત સેવાભાવી યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.