રાજ્યમાં ગાભા કાઢી નાખે એવી ગરમી પડશે, જાણો શું કહે છે હવામાન વિભાગ

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગુજરાતના 13 શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર પહોચ્યું છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 35.7 ડિગ્રી તાપમાન નોંધાયુ. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી, ગાંધીનગરમાં મહત્તમ 34.3 ડિગ્રી, ડીસામાં મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી, વડોદરામાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું હતું.

આગામી 5 દિવસમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગની આગાહી અનુસાર, 16 માર્ચથી તાપમાનમાં વધારો થશે. તેમજ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે. 9 શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆતે 34 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તારીખ 17 અને 18 માર્ચે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 18 થી 24 માર્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.