વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાના પ્રવાસે, હૈદરાબાદમાં કરશે રોડ શો

ગુજરાત
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાના પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી હૈદરાબાદમાં રોડ શો કરશે. તેલંગાણા બીજેપી અનુસાર પીએમ એક કલાક લાંબો રોડ શો કરશે. આ રોડ શો મિર્ઝાગુડાથી શરૂ થશે અને શુક્રવારે સાંજે મલકાજગીરીમાં સમાપ્ત થશે. હૈદરાબાદમાં ટ્રાફિકને અસર થવાની સંભાવના છે. વડા પ્રધાન 16 માર્ચે નાગરકર્નૂલમાં જાહેર સભાને સંબોધશે તેવી અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદી 16 અને 18 માર્ચે તેલંગાણામાં હશે. 18 માર્ચે વડાપ્રધાન જગતિયાલમાં એક રેલીને સંબોધિત કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.