સેન્સેક્સ 429 અંક વધ્યો, નિફ્ટીએ 11800ની સપાટી વટાવી; TCS, HCL ટેકના શેરમાં તેજી

Business
Business

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 429 અંક વધી 40308 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 121 અંક વધી 11860 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર TCS, HCL ટેક, ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. TCS 4.80 ટકા વધી 2868.75 પર કારોબાર કરી રહ્યો છે. HCL ટેક 5.16 ટકા વધી 870.65 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ONGC, બજાજ ઓટો, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રીડ કોર્પ, ITC સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ONGC 0.85 ટકા ઘટી 69.90 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ઓટો 0.48 ટકા ઘટી 3062.65 પર કારોબાર કરી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.