![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/gh.png)
ઘીના ભાવમાં મોટો ઘટાડો, અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીમાં પ્રતિ કિલો 25 રૂપિયાનો કરાયો ઘટાડો
દિવસેને દિવસે વધી રહેલી મોંઘવારીને લઈને સામન્ય માણસ ત્રાહિમામ પોકારી ગયો છે ત્યારે આજે ઘીના ભાવને લઈને જાહેર જનતાને સારા સમાચાર આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ટોચની અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે ઘીના ભાવને લઈને સામાન્ય જનતા માટે આ એક ખુશીના સમાચાર છે. ટોચની અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીના ભાવમાં મોટો ઘટાડો કરાયો છે.. અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીમાં પ્રતિ કિલો 25 રૂપિયાનો ઘટાડો કરાયો છે જ્યારે 15 કિલોના ડબ્બાના ભાવ માં 375નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. 15 કિલો ઘી ડબ્બાનો જુનો ભાવ 9220 હતો જે હવે 8845માં મળશે. ઘીના નવા ભાવ 14 માર્ચથી લાગુ કરવામાં આવશે.