કાંકરેજ તાલુકાના ખીમાણા માં આવેલ બનાસ ડેરીના ઉમંગ મોલમાં તસ્કરો ત્રાટક્યા
કાંકરેજ તાલુકાના ખીમાણા માં આવેલ બનાસ ડેરીના ઉમંગ મોલમાં તસ્કરો ત્રાટક્યા. માત્ર ૫૦ રૂપિયા ની ચોરી કરી ફરાર બનાસ ડેરીના ઉમંગ મોલ ના પાછળ ના ભાગે આવેલ મકાનની સીડીઓ પર ચડી ને પતરાના બોલ્ટ ખોલી ચોરીનો અંજામ આપ્યો
કાંકરેજ તાલુકાના ખીમાણા ગામની બનાસ ડેરી દ્વારા સંચાલિત ઉમંગ મોલમાં તસ્કરો એ છત ઉપર ફીટ કરવામાં આવેલ લોખંડના પતરાના બોલ્ટ ખોલી નાખી ને અંદર પ્રવેશ કરી ને કાઉન્ટરને ચેક કર્યું હતું જેમાં એક વ્યક્તિ પોતે મોલમાં આવેલ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો હતો અને અંદર દસ પંદર મિનિટ સુધી કાઉન્ટર ને તપાસતો નજરે પડે છે જોકે મોલમાંથી બીજી કોઈ અન્ય વસ્તુઓ ની ચોરી કરી નથી પરંતુ એક પચાસ રૂપિયા ની ચોરી કરી ફરાર થયેલ જે બાબતે બનાસ ડેરી ના ચેરમેન સુરેશભાઈ દેસાઈ એ શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી ને આવા ચોર ટોળકી ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ને કડક સજા કરવામાં આવે અને ચોરીઓ થતી અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા સહીત ઉચ કક્ષાએ લેખિત રજૂઆત કરવા માટે જણાવ્યું હતું….