રાજકોટ: ફૂલ સ્પીડમાં આવી રહેલી કારે બાઈકને ટક્કર મારતા મામા ભાણેજના મોત
રાજકોટ-ભાવનગર હાઈવે પર જસદણના બાખલવડ ગામ નજીક રાત્રે કારે બાઈકને અડફેટે લેતા મામા અને તેના બે માસુમ ભાણેજના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં મામા અને તેની ચાર વર્ષની ભાણેજનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે આઠ વર્ષની ભાણેજને માથાના ભાગે ઇજા પહોંચતા તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જોકે, તેણે પણ સવારે દમ તોડી દેતા અરેરાટી મચી ગઈ હતી.
રાજકોટના જસદણમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જસદણ પાસે આવેલ બાખલવડમાં ફૂલ સ્પીડ આવતી કારે બાઈકને હડફેટે લીધું હતું. અકસ્માતમાં મામા અને બે ભાણેજના ઘટના સ્થળે મોત થયા છે. ત્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોના નામ અજય સદાદિયા, કિંજલ ઓળકીયા અને માહી ઓળકીયા હોવાની માહિતી મળી છે.
Tags india Mama Bhanej Rakhewal