PM મોદી આજે ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ, કાર્યક્રમને પણ સંબોધશે

ગુજરાત
ગુજરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘ઇન્ડિયાઝ ટેક: ચિપ્સ ફોર ડેવલપ્ડ ઇન્ડિયા’ કાર્યક્રમ દરમિયાન આશરે રૂ. 1.25 લાખ કરોડના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ, આ સુવિધાઓ ગુજરાતના ધોલેરા, સાણંદ અને આસામના મોરીગાંવમાં સ્થાપિત કરવામાં આવશે.

આ પ્રસંગે તેઓ દેશભરના યુવાનોને પણ સંબોધિત કરશે. કેન્દ્રીય યુનિવર્સિટીઓ, IITs, NITs, IIMs, IISERs, IISc અને અન્ય ટોચની સંસ્થાઓ સહિત 1814 સંસ્થાઓના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ભાગ લેશે.

આ પ્રોજેક્ટ સેમિકન્ડક્ટર ઇકો-સિસ્ટમને મજબૂત કરશે. આ એકમો સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાનોને રોજગાર પ્રદાન કરશે અને ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોમાં રોજગાર સર્જનને પણ પ્રોત્સાહન આપશે.

તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ભારતને અગ્રેસર બનાવવા માટે સેમિકન્ડક્ટર સુવિધાઓ બનાવવા માટે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની સ્થાપના કરી છે. આ પહેલથી દેશના યુવાનો માટે રોજગારીની તકો વધવાની અપેક્ષા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.