અમેરિકન ચૂંટણી અને મહામારીની અનિશ્ચિતતાએ સોના-ચાંદી સુધર્યા

Business
Business

અમેરિકામાં ચૂંટણીનો સમયગાળો નજીક આવી રહ્યો છે અને કોરોના મહામારીના સેકન્ડ વેવની શરૂઆત વચ્ચે બૂલિયન માર્કેટમાં ફંડામેન્ટલ તેજી તરફી રહ્યાં છે. અમેરિકા મહામારીને ડામવા અને ચૂંટણીલક્ષી વધારાનું સ્ટીમ્યુલસ મોટું પેકેજ જાહેર કરે તેવા સંકેતો છે. જેના કારણે સોનું ઉછળી 1970-2000 ડોલર સુધી પહોંચી શકે છે. વૈશ્વિક બજારોમાં તેજીના પગલે અને ‌ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. રૂપિયો આજે વધુ 17 પૈસા નબળો પડી 73.46 બંધ રહ્યો હતો જેના કારણે અમદાવાદ ખાતે સોનું 400 વધી 52500 અને ચાંદીમાં રૂ.300ના સુધારા સાથે 61500 બોલાતી હતી. હાજર બજારોની સાથે વાયદામાં પણ તેજીનો ટોન યથાવત રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીમાં ચાલુ વર્ષે તોફાની વધઘટ જોવા મળી હતી. જાન્યુઆરીમાં ચાંદી 42000-43000ની સપાટી પર હતી જે ઘટીને માર્ચમાં 35000ની સપાટી સુધી પહોંચ્યા બાદ ઓગસ્ટમાં રેકોર્ડ 72000ની સપાટી સુધી પહોંચી હતી જે ઘટી 58000 સુધી પહોંચ્યા બાદ છેલ્લા બે દિવસથી સતત વધી રૂ.61500 પહોંચી છે. વૈશ્વિક બજારમાં ચાંદી સપ્તાહ દરમિયાન 24.70 ડોલરની સપાટી ઉપર બંધ રહે તો જ 25.70-26.70 ડોલર પહોંચી શકે છે. બૂલિયન એનાલિસ્ટોના મતે 22 ડોલરની મંદી નકારાઇ રહી છે.

દિવાળી તહેવાર સુધીમાં સોના-ચાંદીમાં તેજી તરફી ટ્રેન્ડ રહે તેવો અંદાજ છે. સ્થાનિક બજારમાં દિવાળી સુધીમાં સોનું મજબૂત બની રૂ.55000 અને ચાંદી 67000 સુધી વધી શકે છે. બૂલિયન એનાલિસ્ટો હાલના તબક્કે મોટો ઘટાડો નકારી રહ્યાં છે. ઉંચા ભાવ અને કોરોના કેસ વધતા વેપાર પર અસર પડે તેવું અનુમાન મોટા ભાગના જ્વેલર્સ દર્શાવી રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.