થરાદ ખાતે 8 મી માર્ચ “વિશ્વ મહિલા દિવસ” ની ઉજવણી અનોખી રીતે મહિલાઓ દ્વારા કરાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

આજે થરાદ શહેરમાં જિલ્લા ભાજપ મહિલા મોરચા ઉપપ્રમુખ અલકાબેન ત્રિવેદી ના નિવાસસ્થાને ભાજપ 8 મી માર્ચ  એટલે “વિશ્વમહિલા દિવસ” નિમિત્તે થરાદ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ પી.બી.એસ.સી પોલીસ સ્ટેશન થરાદના રેખાબેન એલ.પી તેમજ ભાજપ મહીલા મોરચા અને થરાદ શહેર ભાજપ મંત્રી અને મહામંત્રી પ્રતાપભાઈ સોની અને ઉમેદભાઈ પરમાર દ્વારા ઉજવણી કરવામાં આવેલ ભાજપના મહામંત્રી પ્રતાપભાઈ સોની દ્વારા મહિલા તરીકે સારી કામગીરી કરવા બદલ ચાંદીનો સિક્કો અને શાલ ઓઢાડીને મેજ ડાયરી આપી  તાલુકા વિકાસ અધિકારી કાજલ બેન આંબલીયા અને પી.બી.એસ.સી થરાદના રેખાબેનનું સન્માન કરાયું હતું.

અને તમામ ભાજપના હોદેદારો અને કાર્યકર્તાબહેનો ને ચાંદીનો સિક્કો આપી મહિલાઓનું સન્માન કરાયું હતું મહીલા દિવસની અંતર્ગત થરાદ શહેર ભાજપના બને મહામંત્રી પ્રતાપભાઈ સોની અને ઉમેદભાઈ પરમાર ને તમામ મહીલાઓ એ રાખડી બાંધી ભાઈ બનાવ્યા અને દિર્ધા આયુષ અને ઉતરોતર પ્રગતિ કરો તેવી શભેચ્છાઓ આપી હતી ત્યારબાદ તમામ મહીલાઓ એ “નારી શકિત જિંદા બાદ” નારા લગાવી 8 મી માર્ચ “વિશ્વ મહિલા દિવસ” અનોખી રીતે મહિલાઓ દ્વારા ઉજવણી કરાઇ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.