કાંકરેજના વરસડામાં ઘાસચારો ભરેલા પિકપમાં ડાલામાં અચાનક આગ લાગતા અફરાતફરી

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજના વરસડામાં ઘાસચારો ભરેલા પીકઅપમાં આગ ભભૂકી, ઘાસચારો બળીને ખાખ: કાંકરેજના વરસડામાં ઘાસચારો ભરેલા પિકપમાં ડાલા મા અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે. ઘાસચારો ભરેલું પીકઅપ ડાલા ધુમાડા નીકળતાં ડ્રાઈવરે ગાડીને રોડ ઉપરથી તળાવમાં ઉતારી દેતા દુર્ગટના ટળી હતી. જોકે પીકઅપ ડાલામાં મોટાભાગનું ઘાસનાબળી જતા પશુપાલક પર આભ ફાટી પડ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં કાંકરેજ તાલુકાના વરસડામાં એક પશુપાલક પીકપ ડાલામાં ઘાસચારો ભરી પસાર થઈ રહ્યા હતા. પીકઅપ ડાલામાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગતા આગ ગોટી ગોટા નીકળવા માંડ્યા હતા, આગ બુઝાવવા સ્થાનિકો એ નજીક ના તળાવ માંથી પાણી નાખી આગ પર કાબુ મેળવવા ના પ્રયત્ન હાથ ધર્યા હતા, પરંતુ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ડ્રાઇવર અને આજુબાજુના લોકોને સમય સૂચકતાના કારણે પીકપ ડાલાને નજીકના તળાવમાં પાણીમાં ઉતારી સ્થાનિક લોકોની મદદથી સતત પાણીનો મારો ચલાવી ઘાસચારમાં લાગેલી આગને કાબુ મેળવ્યો હતો, પરંતુ મોટાભાગનું ઘાસ બળીને ખાખ થઈ જવાથી પશુપાલક પર આભ ફાટી પડ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.