લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ આજે જાહેર કરી શકે છે પ્રથમ યાદી

ગુજરાત
ગુજરાત

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ તેના ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર કરી શકે છે. મળતી માહિતી મુજબ પાર્ટીએ 40 સીટ માટે ઉમેદવારોની યાદી નક્કી કરી લીધી છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે તે નક્કી માનવામાં આવે છે, જ્યારે પ્રિયંકા વાડ્રા અંગે હજી સસ્પેન્સ છે. ગાંધી પરિવારની પરંપરાગત સીટ અમેઠી અને રાયબરેલી અંગે પાર્ટીએ હજી ઉમેદવારો નક્કી કર્યા નથી.

મળતી માહિતી અનુસાર કોંગ્રેસ શુક્રવારે એટલે કે આજે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસની પ્રથમ યાદી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. અહેવાલ છે કે પાર્ટીએ 40 બેઠકો માટે ઉમેદવારોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે, જેની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે.

રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે તે લગભગ નિશ્ચિત છે, જ્યારે પ્રિયંકા વાડ્રા પર સસ્પેન્સ છે. કોંગ્રેસ હજુ સુધી ગાંધી પરિવારની પરંપરાગત બેઠકો – અમેઠી અને રાયબરેલી પર ઉમેદવારો નક્કી કરી શકી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.