નિફ્ટી ૧૫૯ અંક વધી ૧૧,૬૬૨ પર બંધ : શેરબજારમાં તેજી યથાવત્ : સેન્સેક્સમાં ૬૦૦ અંકનો ઉછાળો

Business
Business

મુંબઇ,
સકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે ઘરેલું શેરબજાર સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસ મંગળવારે શેર બજાર વધારા સાથે બંધ . સેન્સેક્સ-નિફ્ટી મજબૂતી સાથે બંધ થયા ત્યારે આ સતત ચોથું ટ્રેડિંગ સેશન છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧.૫૪ ટકાના વધારા સાથે ૬૦૦.૮૭ પોઇન્ટ વધીને ૩૯૫૭૪.૫૭ ના સ્તર પર બંધ રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૧.૩૮ ટકા (૧૫૯.૦૫ પોઇન્ટ) વધીને ૧૧૬૬૨.૪૦ પર બંધ રહ્યો છે.
દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે ટાટા મોટર્સ, એચડીએફસી, અદાણી પોટ્‌ર્સ, એમએન્ડએમ અને ઇન્જુસિંદ બેંકના શેર લીલા નિશાન પર બંધ થયા છે. વિપ્રો, બ્રિટાનિયા, કોલ ઈન્ડિયા, હિંડાલ્કો અને ટાટા સ્ટીલના શેર લાલ નિશાન પર બંધ થયા છે.
જાે આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે મેટલ, એફએમસીજી અને ફાર્મા સિવાયના તમામ ક્ષેત્રો લીલા નિશાન પર બંધ થયા છે. આમાં પીએસયુ બેંક, મીડિયા, ઓટો પ્રાઇવેટ બેંક, રિયલ્ટી, આઇટી, ફાઇનાન્સ સર્વિસીસ અને બેંકોનો સમાવેશ થાય છે.

સેન્સેક્સ પર HDFC, ઈન્ડસઈન્ડ બેન્ક, M&M, એશિયન પેઈન્ટ્‌સ, બજાજ ફાઈનાન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HDFC ૭.૪૯ ટકા વધીને ૧૯૧૯.૦૦ પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ ૩.૪૨ ટકા વધીને ૬૨૭.૭૫ પર બંધ રહ્યો હતો. જાેકે ટાટા સ્ટીલ, નેસ્લે, સન ફાર્મા, લાર્સન, દ્ગ્‌ઁઝ્ર સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ ૧.૧૪ ટકા ઘટીને ૩૭૭.૮૦ પર બંધ રહ્યો હતો. નેસ્લે ૧.૦૦ ટકા ઘટીને ૧૫૮૭૯.૧૦ પર બંધ રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.