![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/પાલનપુર-હાઇવે-પર.jpg)
પાલનપુર હાઇવે પર સ્પા સંચાલક પર હુમલો: 7 સામે ફરિયાદ
પાલનપુર હાઇવે વિસ્તારમાં સ્પા ના નામે ગોરખધંધા ચાલતા હોવાની રાવ ઉઠી છે. ત્યારે હાઇવે વિસ્તારમાં આવેલા એક સ્પા સેન્ટરના સંચાલક પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.
પાલનપુરના હાઇવે પર સ્પા ચલાવતા સંચાલક ઉપર પાંચ થી સાત જેટલા લોકોએ ઘાતક હથિયારો સાથે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા સ્પા સંચાલકને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. જો કે, આ ઘટનામાં મારામારીનાં સીસીટીવી વિડીયો વાયરલ થયા છે. સ્પા સંચાલકે 7 જેટલા શખ્સો સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.