Rakhewal | 06-10-2020 Headlines

https://youtu.be/keCedD3EdgU
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

ડીસા શહેરના મામલતદારનું કોરોનાના કારણે નિધન થતાં આઘાતની લાગણી : શહેરમાં કોરોના વોરીયર્સની ફરજ દરમ્યાન સંક્રમણના ભોગ બન્યા.

બનાસ ડેરીમાં ૨૨ વર્ષ ચેરમેન રહેલા પરથીભાઈ ભટોળે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા અચરજ : ડેરીના નિયામક મંડળની ૧૬ બેઠકો પૈકી ૧૧ બેઠકો ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ.

અમીરગઢના વિરમપુર ગામમાં વારંવાર થતી પશુ ચોરીઓ અટકાવવા ગ્રામજનોએ રસ્તો બંધ કરી આંદોલન શરૂ કર્યું.

ધાનેરામાં રેલવે બ્રિજના કોન્ટ્રાક્ટર દ્વારા લોકોના જીવના જોખમે થતી કામગીરી : આવનારા સમયમાં મોટી હોનારત સર્જાવાની ભીતી.

ડીસામાં ચોરીના બાઇક સાથે આરોપી ઝડપાયો, બાઇક ચોરીના વધુ ભેદ ઉકેલાવાની સંભાવના.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં પાલનપુર શહેરને મળી નવા ટાઉનહોલની ભેટ : મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કર્યુ.

દાંતા અને અમીરગઢ ટ્રાયબલ તાલુકાઓ માટે રૂ. ૮.૯૪ કરોડના ૩૩૭ વિકાસકામો મંજુર કરાયા : છૂટાછવાયા વિસ્તારો માટે રૂ.૧.૦૫ કરોડના ૫૮ કામોને મંજુરી અપાઇ.

આગામી છ માસમાં રાજ્યની તમામ નગરપાલિકાઓ દરેક ઘરોમાં ૧૦૦ ટકા નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડાશે : રૂ. ૧૦૫ કરોડના ખર્ચે પાલનપુર સહીત ૨૩ નગરપાલિકાઓના વિવિધ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હુત.

પાંથાવાડા પોલીસે કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો દેશી અને વિદેશી દારૂ ઝડપી પાડ્યો.

ગુજરાતમાં એફિડેવિટ, સર્ટિફિકેટ અને દાખલા જેવી ૨૨ જેટલી સેવાઓ ૮ ઓક્ટોબરથી ૨ હજાર ગામડાને મળશે, મુખ્યમંત્રી ડિજિટલ સેવાસેતુની શરૂઆત કરાવશે.

હાઇકોર્ટના દંડ વસૂલવાના આદેશ બાદ મુખ્યમંત્રી રૂપાણી બોલ્યા, નેતાઓ પણ નિયમનું પાલન કરે, દરેક વ્યક્તિએ ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ.

છેલ્લા ૨૪ કલાકમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત ૨૭ રાજ્યોમાં નવા દર્દીઓની સરખામણીમાં સાજા થયેલા લોકોની સંખ્યા વધુ; દેશમાં અત્યાર સુધીમાં ૬૬.૮૨ લાખ કેસ.

ભારત-ચીન વચ્ચે લદાખ મુદ્દે મોદી અને જિનપિંગ વચ્ચે ૧૭ નવેમ્બરે બેઠક યોજાશે.

દિલ્હી રમખાણોમાં સામેલ PFIના ૪ કાર્યકર્તાની મથુરાથી ધરપકડ, વિવાદાસ્પદ સાહિત્ય લઈને હાથરસ જઈ રહ્યા હતા.

સંયુક્ત રાષ્ટ્રના અધિકારીએ યુપીમાં મહિલાઓ સાથેની હિંસાનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે કહ્યું- અમારા મામલામાં બહારની એજન્સીએ ટિપ્પણી કરવાની જરૂર નથી.

દુનિયામાં ૧૦માંથી એક વ્યક્તિ કોરોનાથી પીડિત, સંક્રમણના કેસ ૨૦ ગણા વધી શકેઃ WHO.

દુનિયામાં કોરોનાના ૩.૫૬ કરોડ કેસ : ફ્રાન્સમાં ૨૦૦ ક્લસ્ટરો એક્ટિવ, શાળાઓ અને યુનિવર્સિટીઓમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.