જૂનાગઢ ખાતે શિવરાત્રિ મેળાનો પ્રારંભ, સમગ્ર ભારત દેશમાંથી ઉમટ્યા ભક્તો

ગુજરાત
ગુજરાત

ભવનાથ તળેટીમાં આજથી શિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે. તંત્રએ મેળાની તમામ તૈયારી કરી લીધી છે. આ મેળામાં દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ આવે છે. શિવરાત્રિએ નીકળતી નાગા સાધુઓની શાહી રવેડી મેળાનું મુખ્ય આકર્ષણ છે. યાત્રાળુઓની સગવડતા માટે જૂનાગઢ તંત્ર દ્વારા સૌ પ્રથમ વખત QR કોડની સુવિધા શરૂ કરાઈ છે. જેને સ્કેન કરીને લોકોને પાર્કિંગ તેમજ આશ્રમ સહિતનાં સ્થળોની માહિતી મળી શકશે. 8 માર્ચ સુધી આ મેળો ચાલશે.

ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર દ્વારા શિવરાત્રી મેળાને લઈ ભાવિકો માટે સૌ પ્રથમ વાર QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરતાં જ ભક્તોને પાર્કિંગ તેમજ આશ્રમો સહિતનાં તમામ લોકેશનની માહિતી મળી જશે.

પાંચ દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં દેશ અને દુનિયામાંથી ભક્તો આવતા હોય છે. આ તમામની સુરક્ષાની જાળવણીની સાથે મેળા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય કે અકસ્માતની ઘટના ન બને તે માટે જૂનાગઢ પોલીસે મેળાની સુરક્ષાને લઈને આયોજન કર્યુ છે. જેમાં જૂનાગઢ શહેરથી ભવનાથ તળેટી સુધીના વિસ્તારોને 5 અલગ અલગ ઝોનમાં વિભાજિત કરીને પોલીસ અધિકારી અને કર્મચારીઓની ડ્યૂટી ફાળવવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.