કમોસમી વરસાદના પગલે તૈયાર ખેતી પાકોને નુકશાન ઘઉંનો તૈયાર પાક ખેતરોમાં ઢળી પડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ખેતરોમાં પડેલા બટાકાના ઢગલામાં પાણી ફરી વળ્યું: રાજગરો જમીનદોસ્ત: હવામાન વિભાગની 1 થી 3  માર્ચે વરસાદની આગાહીના પગલે  શનિવારે વહેલી સવારથી ડીસા પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને બપોર સુધીમાં ધોધમાર વરસાદી ઝાપટું પડતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. બીજી તરફ આ કમોસમી વરસાદના પગલે જીરું,રાજગરો, ઈસબગુલ બટાકા સહિતના પાકો ને વ્યાપક નુકસાન થવા પામ્યું છે જોકે મહા મહિનામાં અચાનક આવી પડેલા કમોસમી વરસાદના પગલે ખેતરોમાં પડેલા બટાકાના તૈયાર પાકને મોટુ નુકશાન થવા પામ્યું છે તો બીજી તરફ ખેતરોમાં રાજગરો વાઢીને રાખેલ હોઇ તેના પાક ને પણ મોટુ નુકશાન થયું છે જોકે છેલ્લા ચારેક વર્ષથી બટાકામાં મંદિ નો માહોલ હતો પણ ચાલુ વર્ષે  તેજીના અણસાર વચ્ચે ડીસા પંથકમાં બટાકામાં સારા ભાવ જોતા  મોટા ભાગના ખેતરોમાં બટાકાના ઢગલા રાખી મુક્યા છે અને સારા ભાવ મળે તેવી આશા રાખી બેઠા હતા તેવા સમયે આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં પણ પવન સાથે છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

કાંકરેજ તાલુકામાં કમોસમી વરસાદ થતા ખેતી પાકો ખેદાન- મેદાન

ઘઉંનો તૈયાર પાક ખેતરોમાં ઢળી પડ્યો: કાંકરેજ તાલુકામા વરસાદની આગાહી મુજબ સવારે આકાશ વાદળોથી ઘેરાયું હતુ અને સવારે 9:11 કલાકે  કમોસમી વરસાદ ચાલુ થઇ ગયો હતો.જેથી ઉનાળાના આરંભે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.ગાજ વીજ સાથે વરસાદ થતા એરંડા બટાકા અને ઘઉં જેવા પાકોને નુકસાન થયું હતું.જ્યારે ઘણા ખેડૂતોને એરંડા વીણેલા ખળામા પડ્યા હતા તે વરસાદથી ભીંજાઈ ગયા હતો અને ઘઉંનો ઉભો તૈયાર પાક  ખેતરોમા જમીન દોસ્ત થઈ ગયો હતો.બટાકા પણ પલળી ગયા હતા અને વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું.જેથી લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છૅ જેમાં શિહોરી, કંબોઇ, કસરા અરણીવાડા, રાનેર, ઉંબરી, થરા જેવા વિસ્તારો માત્ર ખેતી પર નિર્ભર રહે છે જે ખેડૂતોને આજે વરસાદથી મોટુ નુકસાન થવા પામ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.