પાટણનાં સ્ટેટ હાઇવે ઉપર સ્ટ્રીટલાઇટ નાંખવા માટે માર્ગ મકાન વિભાગને લેખિત રજુઆત કરાઇ

પાટણ
પાટણ

પાટણ શહેરને સ્પર્શતા વિવિધ હાઇવે ઉપરનાં ચાર રસ્તા કે ત્રણ રસ્તાઓ ઉપર રાત્રિના સમયે વિશાળ ક્ષેત્રફળમાં વીજળી પથરાયેલી રહે ને અજવાળું રહે તો અકસ્માતો સહિતની અન્ય ઘટનાઓમાં ઘટાડો કરી શકાય તે હેતુ પાટણ નગરપાલિકાએ શહેરનાં વિવિધ હાઇવે ઉપર 8 થી 9 સ્થળોએ ઊંચાઈ ધરાવતાં ઇલેકટ્રીક ઉપકરણો (હાઈમાસ્ટ) મુકવાની મંજૂરી માંગી છે અને તે અંગેની સગવડ કરી આપવા માટે રાજ્ય ધોરી માર્ગનો કાર્યભાર અને વહિવટ સંભાળતા પાટણનાં માર્ગ મકાન વિભાગ પાસે મદદ માંગી છે.

આ અંગે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઇ પરમારે જણાવ્યું હતું કે, પાટણનાં સ્ટેટ હાઇવે ઉપર સ્ટ્રીટલાઇટ નાંખવા માટે લાઇટનાં જી.આઈ. પોલની વ્યવસ્થા કરી આપવા માર્ગ મકાન વિભાગને લેખિત રજુઆત કરાઇ છે. જેમાં (1) પાટણનાં ઊંઝા ત્રણ રસ્તાથી હાંસાપુર બસ સ્ટેન્ડ (ખોડાભા હોલ) સુધીની નગરપાલિકાની હદ સુધી (2) ઊંઝા ત્રણ રસ્તાથી રશીયન નગર સુધી સંખારી ચોકડીથી આરટીઓ કચેરી સુધી તથા સુદામા ચોકડીથી સાંઇબાબા ચોકડી સુધીની નગરપાલિકાની હદ સુધીનાં વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પાટણનાં સ્ટેટ હાઇવે ઉપર ત્રણ રસ્તા અને ચાર રસ્તા આવતા હોય તેવી જગ્યા ઉપર કોઇપણ પ્રકારની લાઇટની વ્યવસ્થા ન હોવાથી પબ્લીકની તથા વાહન વ્યવહારની અવરજવર વધારે હોવાથી સાંજના સમયે ત્યાં અકસ્માત થવાનો ભય સતાવે છે તો પાટણનાં માર્ગ મકાન વિભાગને વિનંતી કરાઇ છે કે, જેટલી જલ્દી થાય તેટલી ઝડપથી આ કામગીરી કરાય અને આ હાઇમાસ્ટ લગાવ્યા પછી તેની નિભાવણી તથા લાઇટબીલ નગરપાલિકા ભરશે. તેઓએ પાટણનાં નવ સ્થળે આવા હાઇમાસ્ટ લગાવવાની યાદી પણ માર્ગ મકાન વિભાગને આપી હતી.

પાટણમાં કયાં કયાં હાઇમાસ્ટ
(1) સુદામા ચોકડી (2) પદ્મનાથ ચોકડી (3) લીલીવાડી પાસે (4) નવાગંજની સામે (5) સિધ્ધપુર ચોકડી (6) ટી.બી. ત્રણ રસ્તા પાસે (7) ઊંઝા ત્રણ રસ્તા પાસે (8) સંખારી ચોકડી (9) હાંસાપુર બસ સ્ટેન્ડ પાસે,


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.