LCB એ ચોરી થયેલ ટ્રકનો ભેદ ઉકેલી ટ્રક કબ્જે કરી ચાલકને ઝડપી લીધો
વાપી પોલીસ મથકમાં નોંધાયેલા ટ્રક ચોરી કેસમાં આરોપી ટ્રક લઈ મહેસાણા આવ્યો હતો.જે અંગેની બાતમી મહેસાણા એલસીબી ટીમના માણસોને મળતા તેઓએ મેવડ ટોલ નાકા પાસેથી ચોરી કરેલ ટ્રક સાથે ડ્રાઇવરને ઝડપી લીધો હતો.આમ મહેસાણા એલસીબી ટીમે ચોરી થયેલ ટ્રકનો ભેદ ઉકેલી ટ્રક કબ્જે કરી ચાલકને ઝડપી લીધો હતો.
મહેસાણા એલસીબી ટીમના માણસો તાલુકા પોલીસ સ્ટેશન હદમાં પેટ્રોલીગ પર હતા એ દરમિયાન પો.કો જોરાજી થતા પો.કો જસમીન કુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મેવડ ટોલ ટેક્ષ પાસે કેસરી કલરની ટી શર્ટ તથા લોઅર પહેરી એક શખ્સ એક GJ15UU1249 ચોરીની ટ્રક લઈ ઉભો છે.તેવી બાતમી મળતા ટીમે સ્થળ પર જઈ આરોપીને ઝડપી લીધો હતો. સમગ્ર કેસમાં એલસીબી ટીમે પંજાબ ખાતે રહેતા તારણ જીલ્લાના હરિકે પતન ના દિલબાગ સિંહ ગુરમીજ જાટ ઉંમર 38 ને ઝડપી લીધો હતો.પૂછપરછ દરમિયાન અને તપાસ દરમિયાન ઝડપાયેલા ટ્રક અંગે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.સમગ્ર કેસમાં પોલીસે 1.50 લાખના ટ્રિકને કબ્જે કરી ચાલક ને ઝડપી મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.