છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી જેલમાં ધકેલ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

માવસરી પોલીસ મથકના છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે બાતમી હકીકતના આધારે ઝડપી પાડ્યો છે. પ્રોહિના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક માવસરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિના ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. માંવસારી પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે માંવસારી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પ્રોહીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી દૈયપ થી પસાર થનાર છે જે આધારે પોલીસે દૈયપ ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી જે સમયે એક શંકાસ્પદ યુવક આવતા તેને રોકી પૂછપરછ કરતા પોતાનું નામ સામતારામ ચેલા રામ ઠાકોર રહે, બાપુનગર સાચોર રાજસ્થાન વાળા બે વર્ષ અગાઉ પ્રોહીના ગુનામાં આરોપી જાહેર થયેલ હતો જેથી માવસરી પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.