ખેડબ્રહ્મા : આદિવાસી સમાજ દ્વારા કિસાન આંદોલનને સમર્થન આવેદન આપ્યું
ખેડબ્રહ્મા પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર અને ખરૌલી બોર્ડર પર 13 ફેબ્રુઆરીથી કિસાનો દ્વારા આંદોલન શરૂ કરાયું છે. કિસાનો સંગઠનો પોતાના સંવિધાનીક હક અધિકાર મુજબ આંદોલન કરી કેન્દ્ર સરકાર સમક્ષ MSP સહિત અનુસૂચિત જનજાતિ ક્ષેત્રોમાં બંધારણની અનુસૂચિ 5 લાગુ કરી જળ,જંગલ, જમીનને સુરક્ષિત કરવાની માંગ કરી રહ્યા છે.
તેથી આદિવાસી સમાજ દ્વારા કિસાન આંદોલનને સમર્થન જાહેર કરી આદિવાસી સમાજના અગ્રણીઓએ ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી મારફતે દેશના રાષ્ટ્રપતિને રજૂઆત કરવા આવેદન આપ્યું હતું. આવેદનમાં જણાવાયું છે કે પોતાના હક અધિકાર મુજબ કિસાનોની માંગો ના સ્વીકાર દિલ્હી કેન્દ્ર સરકારને રજૂઆત કરવા નીકળેલા છે. તે કિસાનોને હરિયાણા બોર્ડર પર રોકી રાખી કિસાનો સાથે વિદેશી દુશ્મન જેવો વર્તાવ સરકાર દ્વારા કરાઇ રહ્યો છે. જેનો વિરોધ કરી દેશના અન્નદાતાઓ સાથે સરકાર દ્વારા થઈ રહેલ અત્યાચાર રોકવા રાષ્ટ્રપતિને રજૂઆત કરાઇ છે. તેમજ સંવિધાનની અનુસૂચિ 5 આદિવાસી ક્ષેત્રોમાં લાગુ કરી આદિવાસી ક્ષેત્રોની જળ, જંગલ, જમીન ને સુરક્ષિત કરવા કેન્દ્ર સરકારને આદેશ કરવા પણ રાષ્ટ્રપતિ મહોદયાને રજૂઆત કરાઇ હતી.