મેઘરજના કાલિયાકુવા ગામે ભાજપના લાભાર્થી સંપર્ક અભિયાનમાં ભમરાઓએ કાર્યકરોને ડંખ માર્યા

અરવલ્લી
અરવલ્લી

ઉનાળાની શરૂઆતમાં મહા અને ફાગણ માસમાં ઝાડ પર રહેલા ભમરાના મધપૂડામાંથી ભમરાઓ સમયાંતરે છુટા પડતા હોય છે અથવા જ્યાં ઝાડ પર ભમરા હોય તેની નીચે અગ્નિ પ્રગટાવવાથી અથવા કોઈ સુગંધિત દ્રવ્યથી ભમરાઓ ઉડતા હોય છે. ત્યારે મેઘરજના અંતરિયાળ એવા કાલિયાકુવા ગામે ભાજપ કાર્યકર્તાની મિટિંગ વખતે ભમરાઓએ આતંક મચાવ્યો હતો.લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓ પણ સતર્ક બની રહ્યાં છે. ત્યારે મેઘરજના ગુજરાત રાજસ્થાન સરહદે આવેલા કાલિયાકુવા ગામે સ્વામિનારાયણ મંદિરે ભાજપ સરકારમાં સરકારી યોજનાઓનો જેમણે લાભ લીધો હોય એવા લાભાર્થીઓનો સંપર્ક અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને કાર્યકરો હાજર રહ્યાં હતા.


મિટિંગમાં કામકાજ પૂર્ણ થયા બાદ સ્વામિનારાયણ મંદિરમાં જ ઉપસ્થિત તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. તે દરમિયાન ઝાડ પરથી એકાએક ભમરાઓનું ઝુંડ આવી ચડતા ઉપસ્થિત સૌકોઈ ભમરાઓના આતંક થી ડઘાઇ ગયા હતા. બચવા માટે 30થી વધુ લોકોએ ભારે દોટ લગાવી હતી. લગભગ બે કિલોમીટર જેટલું લોકો બચવા માટે દોડ્યા હતા. બાકીના કાર્યકરો ગાડા કે ટ્રેક્ટર નીચે છુપાઈ ગયા હતા. સતત એક કલાક જેટલી દોડધામ બાદ ઇજાગ્રસ્તોને 108 દ્વારા મેઘરજ અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.