ભિલાડ હાઇવે ઉપર કરમબેલા ગામ પાસે રિક્ષા ભડભડ સળગી

ગુજરાત
ગુજરાત

વલસાડ જિલ્લાના ભિલાડ હાઇવે ઉપર આવેલ કરમબેલા ગામ પાસે પસાર થતી એક રિક્ષામાં આચનક ધુમાડો નીકળવા લાગતા રીક્ષા ચાલકે રીક્ષા રોડની સાઈડ ઉપર મૂકી રીક્ષા ચાલક સુરક્ષિત રીતે રિક્ષામાંથી ઉતરી ગયો હતો. ઘટના અંગે નજીકમાં ફરજ બજાવતા RTO અધિકારીની જાગૃતિને લઈને આરતી ઇન્ડસ્ટ્રીઝના ફાયર ફાઈટરની ટીમને આગ ઉપર કાબુ મેળવવા સૂચના આપતા આરતી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રિક્ષામાં લાગેલી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા ભિલાડ હાઇવે ઉપર કરમબેલા ગામ પાસે NH 48 ઉપર પસાર થતી રિક્ષા નંબર GJ-15-TT-3854નો ચાલક પોતાની રીક્ષા વાપી ખાતેથી લઈ ભિલાડ તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન કરમબેલા નેશનલ હાઇવે ઉપર RTO કેમ્પ નજીક એક રિક્ષામાંથી ધુમાડો નીકળતા રીક્ષા ચાલક રીક્ષા રસ્તાની બાજુમાં મૂકી રિક્ષામાંથી સુરક્ષિત રીતે ઉતરી ગયો હતો. જે બાદ રિક્ષામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. રિક્ષામાં આગની ઘટના બાબત આજુબાજુના વિસ્તારમાંથી સ્થાનિક લોકો અને રાહદારીઓ રીક્ષા ચાલકની મદદે દોડી આવ્યા હતા. નજીકમાં ફરજ બજાવતા RTO ઇન્સ્પેક્ટર આર સી ચૌહાણને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. RTO પાર્સિંગ માટે આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝના ફાયર બ્રિગેડને આગ ઉપર કાબુ મેળવવા માટે RTO ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું. આરતી ઇન્ડસ્ટ્રીઝના ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી રિક્ષામાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સમગ્ર બાબતે રાહદારીઓ તથા વાહનચાલકો અને રીક્ષા ચાલકે RTO ઇન્સ્પેક્ટર આર સી ચૌહાણ નો આભાર વ્યક્ત કર્યો હતો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.