ચોરી થયેલ સરકારી એમ્બ્યુલન્સ વેજલપુરથી ઝડપાઈ પોલીસે એમ્બ્યુલન્સ અને ચોરને ઝડપી લીધો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી ગઈકાલે ચોરી થઇ ગયેલ સરકારી એમ્બ્યુલન્સ અમદાવાદના વેજલપુરથી ઝડપાઈ હતી. ત્યારબાદ હિમતનગર એ-ડીવીઝન પોલીસે એમ્બ્યુલન્સ અને ચોરી કરનારને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગની સામે દર્દીઓ માટેની સરકારી એમ્બ્યુલન્સ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયેલ જેને લઈને હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. એ ડીવીઝન પોલીસના ડી સ્ટાફ દ્વારા CCTV તપાસતા અમદાવાદ તરફ જતો જોવા મળ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સમાં લગાવેલ GPSને લઈને તેનો પીછો કરીને અમદાવાદમાં વેજલપુર પેટ્રોલપંપ પરથી ઝડપી લીધો હતો.
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બોરીસણા ગામના રહેવાસી જય જગદીશભાઈ દવે જે ઘરેથી બે દિવસ પહેલા નીકળ્યો હતો અને હિંમતનગર આવી પહોંચ્યા હતો. જ્યાં સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ પડેલી જોતા તેને ચાલુ કરીને ચોરી કરી અમદાવાદ તરફ લઇ જતા પોલીસે ઝડપી લઈને એમ્બુલન્સ કબજે લઈને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ 15 મીનીટમાં સરકારી એમ્બ્યુલન્સની ચોરી કરનારને એ-ડીવીઝન પોલીસે ઝડપી લીધો હતો.