બનાસકાંઠામાં નકલી સરકારી અધિકારી બની ફોર્ડ 10.68 લાખ ખંખેરી જતા 2 શખ્સો સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ પોલીસ સ્ટેશન ખાતે તાલુકા હાથાવાડા ગામના ખેડૂત સાથે લોન કરી આપવાના બાને ખેડૂત પાસેથી છેતરપિંડી કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાસકાંઠામાં એક નકલી સરકારી અધિકારી બની ફોર્ડ આચરતા ફરિયાદ નોંધાઇ હતી. થરાદના હાથાવાડા ગામમાં લોન અપાવવાના બહાને 28થી વધુ ખેડૂતો સાથે છેતરપીંડી આચરતા ચકચાર મચી જવા પામી છે.

ગાંધીનગરમાં ખેતીવાડી વિભાગમા નોકરી કરતા હોવાની ઓળખ આપી ખેડૂતોને સરકારી યોજનામાં લોન અપાવવાના બહાને પૈસા પડાવ્યા થરાદના ખેડૂતોને પશુ અને હોમ લોન સબસીડી સાથે અપાવવાના બહાને ખેડૂતો પાસેથી પૈસા પડાવ્યા ખેડૂતો પાસેથી 10.68 લાખ ખંખેરી જતા 2 શખ્સો સામે થરાદ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેમાં ભાવનગરના ભૂતિયા ગામના ભાવેશ ડાભી અને ઓઝા સહિત બે લોકો સામે ગુનો નોંધી થરાદ પોલીસે સમગ્ર મામલે વઘુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.