ડીસા સ્પોર્ટસ ક્રિકેટ એકેડમીના ત્રણ ક્રિકેટરો દુબઈ સ્થિત જી-ફોર્સ એકેડમી માં પસંદગી પામ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બરમુડાની ઈન્ટર નેશનલ ક્રિકેટ  ટીમ સામે ત્રણ વન ટે મેચની સિરિઝ રમ્યા: ડીસા ના ન્યુ ટી.સી.ડી મેદાન ઉપર  તૈયાર થયેલા ક્રિકેટરો પ્રકાશ ચૌધરી-ચિરાગ ખત્રી-શરત રાણા આ ત્રણ ક્રિકેટરો દુબઈ સ્થિત જી-ફોર્સ ક્રિકેટ એકેડમી દુબઈ ની ટીમમાં પસંદગી પામી ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમ બરમુડાની ટીમ સામે રમ્યા. ડીસા એકેડમીના આ ત્રણ ક્રિકેટરો જે પસંદગી પામ્યા અને ગુજરાતનું ગૌરવ  વધાર્યુ. તેનો શ્રેય ડીસા એકેડમીના સ્થાપક તેમજ મુખ્ય ચીફ કોચ વિપુલ આલ ને જાય છે તેમજ આ ક્રિકેેટરો બીસીસીઆઈ-લેવલ-૧ કોચ શૈલેષ મકવાણા(ગાંગુલી) મુખ્ય ફાળો આપ્યો છે.

ડીસા ક્રિકેટ ના ખેલાડીઓને અનેકવાર વિદેશમાં ક્રિકેટ મેચો રમવા માટે લઈ  જવા માં આવે છે તેમાં દુબઈ સ્થિત જી-ફોર્સના માલિક તેમજ આઈસીસી-લેવલ-૧ કોચ ગોપાલ જસપરાનો મુખ્ય સહયોગ રહેલો છે. તેઓ હરહંમેશ ડીસા એકેડમીના ખેલાડીઓ ખૂબજ પ્રોત્સાહન આપે છે તેમજ દૂબઈ સ્થિત જી-ફોર્સ ક્રિકેટ  એકેડમી સાથે ડીસા એકેડમી જોડાયેલી છે. આ ત્રણેય ક્રિકેટરો એ બરમુડાની ટીમ સામે ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યું છે. તેઓ આ ક્રિકેટરો આગમી જૂન જુલાઈ માં ઈગ્લેન્ડના પ્રવાસે જશે તેમજ આગામી ૩૦ માર્ચથી ભારત પ્રવાસે આવી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ સામે પણ ડીસા એકેડમીના ખેલાડી રૂપે રમતા મળશે. બનાસકાંઠા જીલ્લાના અંતારયાળમાંથી  ક્રિરેટરોને  દેશ વિદેશ તેમજ વિદેશની ટીમો સામે રમવાની તક મળે છે. તેનો શ્રેય વિપુલ આલ શૈલેષ મકવાણા(ગાંગૂલી) રમેશભાઈ ઠાકોર તેમજ સંસ્થાના હોદેદારોન જાયે છે. ડીસા ક્રિકેટ એકેડમીમાં રમતા ખેલાડી આગળ રમી શકે છે. તે માટે તે ડીસા સ્પોસ એકેડેમી દ્વારા ખુબ જ સહયોગ આપવામાં આવે છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.