શિહોરી પાટણ હાઈવે રોડ ઉપર નશો કરેલી હાલતમાં કાર ગફલત રીતે હંકારી બે બાઈક ને અડફેટે લેતાં અફરાતફરી મચી
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થી પાટણ હાઈવે રોડ ઉપર આવેલા ઉંબરી નજીક એક અલ્ટો કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં કાર ગફલત રીતે હંકારી બે બાઈક ને અડફેટે લેતાં બાઈક ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક અસરથી 108 દ્વારા શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
જોકે કાર ચાલક રબારી રાયમલભાઇ રહે. ઉણ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા વાળા ને શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો અને ઓવર સ્પીડ વાહન ચલાવવું અને દારૂ પીધેલી હાલતમાં કાર ગફલત રીતે હંકારવી એ બાબતે ગુનો દાખલ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે એક બાઈક ચાલક રાજુભાઈ ભાટિયા રહે. કંબોઈ તાલુકો કાંકરેજ વાળા ને વધુ ઇજા થતાં વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે હવે આવા ડ્રીંક એન્ડ ડ્રાઇવ કરતા તત્વો સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ બુલંદ બની છે જોકે અલ્ટો કાર નું ટાયર ફાટયું હતું અને બંને બાઈક ને મોટું નુક્શાન થવા પામ્યું હતું જેને પગલે શિહોરી પીએસઆઈ એચ.કે. દરજી દ્વારા કાર ચાલક ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી