![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/પાલનપુર-તાલુકાના-જગાણા.jpg)
પાલનપુર તાલુકાના જગાણા ગામે જુગાર રમતાં ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા
પાલનપુર તાલુકાના જગાણા ગામે જુગાર રમતાં ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 12360નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ત્રણ નાસી ગયા હતા.પોલીસે તમામ શખ્સો સામગે ગુનો નોંધ્યો હતો.
પાલનપુર તાલુકા પોલીસની ટીમે જગાણા ગામે સ્મશાનગૃહની નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે જ્યાં જુગાર રમતાં જગાણા ગામના વિનોદભાઇ હીરાભાઇ ચૌહાણ, મુકેશભાઇ ભીખાભાઇ સોલંકી, દિલીપભાઇ અમૃતભાઇ પરમાર, હરેશ મદારજી પરમારને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 12360નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે મનોજભાઇ ઉર્ફે મન્જો ચંદુભાઇ પટણી, ભરતભાઇ બાબુજી ઠાકોર, પ્રવિણજી અમરતજી ઠાકોર પલાયન થઈ ગયા હતા. તેમની શોધખોળ હાથ ધરી હતી.પોલીસે તમામ સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.