દેશમાં કોરોનાના કેસ ૬૫ લાખને પાર : નવા ૭૫૮૨૯ દર્દી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વધુ ૯૪૦ ના મોત સાથે મૃત્યુઆંક પણ ૧,૦૧,૭૮૨એ પહોંચ્યો ઃ એક સપ્તાહથી ઓછા સમયમાં ૫ લાખ નવા દર્દીઓ નોંધાયા

ન્યુ દિલ્હી
ભારતમાં કોરોના વાઈરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૫,૮૨૯ પોઝિટિવ કેસો સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળામાં વધુ ૯૪૦ લોકોના મરણ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૬૫,૪૯,૩૭૪ પર પહોંચી ચૂકી છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં ૧,૦૧,૭૮૨ લોકોને ભરખી ચૂક્્યો છે.
હાલ દેશમાં ૯,૩૭,૬૨૫ કોરોનાના એક્ટિવ કેસો છે. જાે કે રાહતની વાત એ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસો કરતાં સ્વસ્થ થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધી કુલ ૫૫,૦૯,૯૬૭ સંક્રમિતો સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે.

જ્યારે ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો ત્રીજી ઓક્ટોબર સુધી ૭,૮૯, ૯૨,૫૩૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી ૧૧,૪૨,૧૩૧ ટેસ્ટ શનિવારે કરાયા છે. અનુસંધાન પાના નં.૬

આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૪,૩૦,૮૬૧ પર પહોંચી ચૂકી છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં ૭,૧૩,૦૧૪ કોરોના પોઝિટિવ કેસ છે. આજ રીતે કર્ણાટકમાં ૬,૩૦,૫૧૬ તમિલનાડુમાં ૬,૧૪,૫૦૭ અને ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪,૧૦,૬૨૬ પર પહોંચી ચૂકી છે. પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૨,૬૬,૯૭૪ અને અત્યાર સુધી ૫,૧૩૨ લોકોના મોત થયા છે. ઝારખંડમાં ૮૬,૨૭૭ કોરોના પોઝિટિવ કેસો છે, જ્યારે અત્યાર સુધી ૭૩૪ સંક્રમિતો મોતને ભેટ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.