પાલનપુરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા

બનાસકાંઠા
બનાસકાંઠા

રૂ.1 લાખ એક માસમાં ન ચૂકવે તો છ માસની વધુ સાદી કેદની સજા:પાલનપુરના કોઝી વિસ્તારમાં રેડીમેડની દુકાન ધરાવતા વેપારીને ચેક રિટર્ન કેસમાં પાલનપુરના બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેસની સજા ફરમાવી હતી.

પાલનપુરના દિલ્હીગેટ બ્રહ્મણવાસમાં રહેતા 47 વર્ષીય ચંદ્રકાંત માધવલાલ રાવલ તેમજ પાલનપુરના કોઝી વિસ્તારમાં ઝેડ હુસેન રેડીમેડ સ્ટોર્સ નામની દુકાન ધરાવતા સિકંદર બાબુ ભાઈ કુરેશી વચ્ચે મિત્રતા થયા બાદ સિકંદર બાબુભાઈ કુરેશીને 2017મા પૈસાની જરૂર પડતા રૂ.એક લાખ રોકડા આપ્યા હતા. જે રકમ પરત માંગતા સિકંદર બાબુભાઈ કુરેશીએ રૂ. 50 હજારના કેનરા બેન્કના બે ચેક ચંદ્રકાન્ત રાવલને આપ્યા હતા. જોકે, તે ચેક બેંક માં નાખતા આરોપીના ખાતામાં પૂરતા નાણાં ન હોઈ ચેક પરત ફર્યો હતો.

જે કેસ પાલનપુરના બીજા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ અંજુ વિજયસિંહ ચૌધરીની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ યુ.બી.આચાર્ય દ્વારા દલીલો અને રજૂ કરાયેલ દસ્તાવેજી પુરવાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપી સિકંદર બાબુભાઈ કુરેશી ને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત ફરિયાદવાળા ચેકની રૂ.1 લાખની રકમ હુકમની તારીખથી એક માસમાં ચૂકવી આપવા અને ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.