દાંતીવાડા ના રાજકોટ સરકારી હોસ્પિટલ મા કાયમી મેડીકલ ઑફિસર ની જગ્યા ભરવા માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

(અહેવાલ : દેવ કાલેટ પાંથાવાડા)

ડોક્ટર ના અભાવે દર્દીઓ ને ભારે હાલાકી: બનાસકાંઠા ના અંતરિયાળ અને રાજસ્થાન સરહદ ને અડીને આવેલ રાજકોટ ગામ મા સાત વર્ષ પહેલા લાખો રૂપિયા ના ખર્ચે બનાવેલ સરકારી હોસ્પિટલ મા છેલ્લા સાત મહીના થી કાયમી મેડીકલ ઑફિસરની જગ્યા ખાલી પડી છે. સરકારી આરોગ્ય કેંદ્ર મા કાયમી ડૉક્ટર નહી હોવાથી દૂર દૂર થી સારવાર કરાવવા આવતાં દર્દીઓ ને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ને લઈ આ સરકારી હોસ્પિટલ મા આજુબાજુ ના અંતરિયાળ ગામડાંઓ માંથી દરરોજ ૧૦૦ થી ૧૫૦ જેટલા દર્દીઓ સારવાર કરાવવા માટે આવે છે. પરંતુ કાયમી ડૉક્ટર અને સારવાર ના અભાવે ધીરે ધીરે હૉસ્પિટલની ઓપીડી મા ધટાડો થઇ ને હૉસ્પિટલ શોભાના ગાંઠીયા સમાન બની ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આર્થિક રીતે નબળા વર્ગના લોકો સરકારી હોસ્પિટલ નો મોટા પ્રમાણ મા લાભ લેતા હોય છે. ત્યારે અહીં દર્દીઓ ડૉક્ટર ના અભાવે ના છૂટકે ખાનગી હોસ્પિટલ મા જાય છે.

દાંતીવાડા ના રાજકોટ ગામે છેલ્લા સાત વર્ષથી કાર્યરત આરોગ્ય કેંદ્ર તાલુકા ના દસ અંતરીયાળ ગામો માટે જીવાદોરી સમાન હૉસ્પિટલ છે. આ વિસ્તાર મા આર્થિક રીતે નબળા વર્ગના લોકો ને આ હૉસ્પિટલ સારવાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ છે. હૉસ્પિટલ બન્યાના શરૂઆત મા કાયમી મેડીકલ ઑફિસર ને લઈ ગરીબ વર્ગ ના દર્દીઓ ને ડિલિવરી,અકસ્માત, તેમજ નાની મોટી બીમારીઓ ની સફળ સારવાર મળી રહેતી હતી. પરંતુ એકાદ વર્ષ પછી આરોગ્ય કેંદ્ર મા કાયમી ડૉક્ટર ના અભાવે દર્દીઓ સારવાર માટે રજળી પડે છે.જેથી સ્થાનિકો ની રજુઆત છે કે કાયમી ડૉક્ટર માટે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો જીલ્લા કક્ષાએ કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી મેડીકલ ઑફિસર ની નિમણુંક કરી નથી. હવે સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે કે કયારે કાયમી ડૉક્ટર આવશે?

PHC: ડોક્ટર નો અભાવ આ બાબતે દાંતીવાડા ના હેલ્થ ઓફીસર ડો . ભેદરું નો ટેલિફોનીક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે વરફરતે બે વખત કાયમી ડૉક્ટર ની નિમણુંક કરી હતી. પરંતુ તેમને ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન મળતા રાજીનામુ આપી ને જતાં રહયા છે. અને આ બાબતે મારી પાસે કાયમી ડૉક્ટર ની નિમણુંક માટે કોઈ ઉકેલ નથી. સ્થાનિકોએ જીલ્લા વિકાસ અધિકારી ને રજુઆત કરે તો કાયમી ઊકેલ આવી શકે છે. તેમ જણાવ્યા હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.