અવસર લોકશાહી અંતગૅત પાટણમાં “રન ફોર વોટ” માટે મેરથૉન નું આયોજન કરાયું…

પાટણ
પાટણ

18 વર્ષથી વધુ વય ધરાવતાં યુવાનોમાં મતદાન માટે જાગૃતિ વધે તે અર્થે કલેક્ટરની આગેવાનીમાં યોજાયેલી મેરથૉન મા શહેરીજનો જોડાયા..

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ને લઈને લોકોમાં મતદાન કરવા માટે જાગૃતિ વધે તે અર્થે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રયાસોના ભાગરૂપે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શનિવારે પાટણમાં રન ફોર વોટ નિમિત્તે વહેલી સવારે મેરથૉનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને આયોજીત મેરથૉનમાં 18 વર્ષથી વધુ વય ધરાવતા યુવાનો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પાટણના નગરજનો સહભાગી થયા હતા.

પ્રથમવાર મતદાન કરતા યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે અને યુવાનો વધુમાં વધુ મતદાન કરે તે માટે પાટણ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસના ભાગરૂપે અનેક કેમ્પેન શરૂ કરવામાં આવ્યા છે. આજરોજ મેરથોન દ્વારા યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે પ્રયાસ કરવામાં આવ્યો હતો.કલેક્ટર દ્વારા મેરથોનને ફ્લેગઓફ આપીને ખુલ્લી મુકવામાં આવી હતી આ મેરથોન બગવાડા દરવાજા થી રેલવે સ્ટેશન અને ત્યારબાદ પરત બગવાડા દરવાજા સુધી ચાલી હતી. મેરેથોન બાદ સૌ કોઈએ લોકશાહીના અવસરમાં સહભાગી થઈને મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા.

મેરથોનને સંબોધન કરતા કલેક્ટર અરવિંદ વિજયને જણાવ્યું હતું કે,લોકશાહીના આ અવસરમાં સૌ સાથે મળીને સહભાગી થઈએ અને આવી જ રીતે સમયનો ફેડફાટ કર્યા વગર દોડીને મત આપીએ તેમ જણાવી યુવાનોને મત આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ મેરથૉનમાં દિવ્યાંગ મતદારો પણ સહભાગી થયા હતા. આજની “રન ફોર વોટ” એટલે કે દોડીને મત આપીએ મેરેથોનમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, અધિક નિવાસી કલેકટર  બી.એસ.પટેલ, ડેપ્યુટી ડીડીઓ આર.કે. મકવાણા, પાટણ પ્રાંત અધિકારી મિતુલ પટેલ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ યુવાનો અને દિવ્યાંગ મતદારો જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.