ગુજરાત યુનિવર્સિટીમાં વાઈલ્ડલાઈફ બાયોલોજી, સાયબર સિક્યુરિટી અને ફોરેન્સિક સહિત 12 નવા અભ્યાસક્રમ શરૂ કરાશે

ગુજરાત
ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ અને એકેડમિક કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં 12 નવા અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાઈલ્ડ લાઈફ બાયોલોજી અને સાયબર સિક્યોરિટી સહિત અલગ અલગ 12 અભ્યાસક્રમ શરૂ થશે. ગર્ભસંસ્કાર અંગેના વેબીનારનું આયોજન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પ્રારુપનો પણ સ્વીકાર કરી તેને આનુસંગીક વેબીનાર અને ચર્ચા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

શનિવારે ઓનલાઇન મળેલી સિન્ડિકેટ અને એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કુલપતિ હિમાંશુ પંડ્યા, ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસાર, રજિસ્ટ્રાર અને સિન્ડિકેટ સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધ્યાપકો માટે રિસર્ચ, પેટન્ટ અને પબ્લિકેશન સંદર્ભમાં ખાસ પ્રમાણપત્ર આપવા, ખાસ પ્રકારના ઍક્સ્ટર્નલ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને એક્ઝામ સબમિશન અને ડિનની પરીક્ષા માટે સૂચવેલ નીતિ મુજબ પરિણામની પ્રક્રિયા કરવી. જે વિદ્યાશાખામાં MBPનો લાભ આપવામાં આવ્યો છે. તેના 2019-20ના વિદ્યાર્થીઓ કોરોનાનાં કારણે ફોર્મ ભરી શક્યા નથી. તેઓને ફોર્મ ભરવાની તક આપી પરિણામ પ્રકિયા હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગુજરાત યુનિવર્સિટી ઓનલાઈન ટીચિગ અને લર્નિંગ તેમજ કોમ્યુનિકેશન સેન્ટરની સ્થાપના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીને NIRF ટોપ 100માં સ્થાન મળતા ઓનલાઇન અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે. નૈસર્ગિક ખેતી, ખેડૂત તાલીમ, સપ્લાય ચેન મેનેજમેન્ટ અને મૂલ્યવર્ધિતતાને લાગતા અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.