જેરડા નગરે મુનિસુવ્રત સ્વામી જૈન મંદિરે આજે 31મી ધજા મહોત્સવ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

(અહેવાલ : મહાવીર શાહ થેરવાડા)

ડીસા તાલુકાના જેરડા નગરે મુનિસુવ્રત સ્વામી જૈન મંદિરે આજે 31મી ધજા મહોત્સવ યોજાયો હતો અને દિવસભર વિવિધ કાર્યક્રમો યોજાતા ગુરુજનોના આશીર્વાદ લેવા સમગ્ર ગુજરાતમાંથી ભાવિક ભક્તો ઉમટ્યા હતા.

ડીસા તાલુકાના જેરડા નગરે મુનિસુવ્રત સ્વામી જૈન મંદિરે આજે 31મી ધજા મહોત્સવ નિમિત્તે પરમ પૂજ્ય અધ્યાત્મસ સમ્રાટ આચાર્ય ગુરૂ ભગવંત યોગતિલક સુરી મહારાજાના શિષ્ય મુનિરાજ શ્રી સાંત તિલક વિજયજી મહારાજ સાહેબ આદી થાણા તેમજ શ્રી સંઘના અને ધોકા પરીવારના દીક્ષિત પુજ્ય મુનિરાજ શ્રી કીર્તિ તિલક વિજયજી મહારાજા દિક્ષા પછી 10 વર્ષે સૌ પ્રથમ વાર શ્રી સંઘમાં પધાર્યાં હતા. એવમ 7 ઠાનાની નિશ્રામાં ભવ્ય ધજા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેરાસરની બાજુમાં આધતન એવો ધર્મશાળા અને ભજન શાળાનું ખંડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. ધજા મહોત્સવ દીવી દિવસે 18 અભિષેક એમ 17 ભેદી પૂજા બહુ ધામધૂમથી ઉજવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જેરડા ગામ તેમજ સુરત, મુંબઈ, પુના, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી ભાવિકો ભક્તો પધાર્યા હતા અને ખુબ સરસ મજાના આનંદમાં આખા દિવસનો મહોત્સવ ઉજવાયો હતો. દિવસભર ગુરુજનોના પ્રવચનો, ગુરુપૂજન, બે ટાઇમના સાધનો પણ ખૂબ સારી રીતે યોજાયા હતા. પ્રભાવનાઓ, સંઘનો, ભવન બહુમાનો થતા ઉત્કૃષ્ટ માહોલ સર્જાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.