ભારત દેશમાં ગૌમાતા નું કતલ બંધ થાય અને ગૌમાતા ને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા
(અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ)
હિન્દુ સ્વરાજ સેના દ્વારા પાલનપુર થી ગાંધીનગર પદયાત્રા યોજાઈ: હિન્દુ સ્વરાજ સેના ગુજરાત દ્વારા ગુજરાત સરકારને ગૌ માતાને લગતા અનેક પ્રશ્નોને લઈ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં યોગ્ય નિરાકરણ ન મળતા હિન્દુ સ્વરાજ સેના ના ત્રણ કાર્યકરો ઉઘાડા પગે પાલનપુર થી ગાંધીનગર સુધી પગપાળા ચાલી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને આવેદનપત્ર પાઠવશે આ ત્રણે કાર્યકરો દ્વારા સરકારને આ બાબતે નોંધ લેવા સારું થઈ આંખે- મોઢા પર અને કાને કાળા કલરની પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો
જ્યારે તેમની માંગણી છે કે ગૌ હત્યા બંધ થાય ,ગૌચરો ખુલ્લા થાય અને ગાયને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવે તેવી માગણી સાથે પગપાળા યાત્રા પાલનપુર થી ગાંધીનગર જવા રવાના થઈ હતી જ્યાં છાપી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા તેઓની ફૂલહાર પહેરાવી સન્માનિત અને સ્વાગત કરાયું હતું તેમજ સરકારશ્રીને આ તમામ માગણીઓ તાત્કાલિક ધોરણે સંતોષવામાં આવે તેવી હાંકલ કરવામાં આવી હતી છાપી પ્રેસ યુનિટી ટ્રસ્ટ ના પ્રમુખ જગદીશભાઈ સોની દ્વારા તમામ પદયાત્રીઓ ને ભોજન કરાવી આગળ ની યાત્રા શુભ નિવડે તેવી શુભ્ભૈચ્છાઓ પાઠવી હતી…