૪ર ગામ માળી, બ્રાહ્મણ સમાજ-થરાદના યુવાનો, વડીલો દ્વારા ગુજરાત વિધાનસભાની મુલાકાતે

બનાસકાંઠા
બનાસકાંઠા

(ફોટો વિષ્ણુ દવે)  ૪ર ગામ માળી બ્રાહ્મણ સમાજ, વાવ, થરાદ, દીયોદર ગોળ, દ્વારા થરાદ તાલુકાના તેમજ ડીસા-પાલનપુર અને અમદાવાદમાં વસતા સમાજના યુવાનો તેમજ વડીલો દ્વારા ગુજરાત વિધાનસભાની કામગીરી નિહાળવાના કાર્યક્રમ યોજવામાં આવેલ. સમાજના ઉત્સાહી અગ્રણી અને થરાદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. થરાદથી ગાંધીનગર જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવેલ. ગાંધીનગર વિધાનસભા પહોંચીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યાલયે રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરેલ. અત્યંત વ્યસ્ત હોવા છતાં પણ અધ્યક્ષએ ઉપસ્થિત સર્વે યુવાનો, વડીલોને  રૂબરૂ મળીને હર્ષથી આવકાર્યા હતા. દરેકના ખબર અંતર પૂછયા હતા.

ત્યાં અધ્યક્ષ તરફથી બપોરે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ. બપોરે ર કલાકે વિધાનસભા ગૃહની કાર્યવાહી ચાલુ થતાં વિધાનસભા ગૃહ પ્રેક્ષક ગેલેરીમાં બેસીને વિધાનસભાની કાર્યવાહી નિહાળેલ. ત્યારબાદ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની પણ શુભેરછા મુલાકાત કરેલ. સાંજે પરત થરાદ જવા નીકળેલ.અમદવાદ વિભાગના પ્રમુખ અજય ભાઈ ઓઝા ધ્વારા રાત્રી ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ. ઉંઝા ઉમિયા માતાજીના દર્શન કરીને રાત્રે થરાદ પરત ફરેલ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.