ડીસામાં નવ નિર્મિત તાલુકા પંચાયતના મકાનના બાંધકામનું કામ અટવાયું
તાલુકા પંચાયતમાં કામ માટે આવતા અરજદારો હેરાન- પરેશાન: ડીસામાં નવી તાલુકા પંચાયત બનાવવા માટે જમીન વિવાદ આમ તો છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો છે પહેલા તાલુકા પંચાયત ટીસીડી ગ્રાઉન્ડમાં બનવા જઈ રહીં હતી પરતું સરકાર દ્વારા જમીન ફાળવણી ના થતાં જૅ સ્થળ પર જૂની તાલુકા પંચાયત હતી ત્યાંજ નવી બનાવવાનું નક્કી કરાયું હતું અને છ હજાર ફૂટમાં કામ શરૂ કરાયું હતું. જેનો નકશો પણ તૈયાર થઈ ગયા બાદ કામ શરૂ કરાયું હતું. પરંતુ હવે તેમાં પણ વિઘ્ન આવ્યું છે.અત્યારે જ્યાં તાલુકા પંચાયત બની રહી છે તેની બાજુમાં જ ICDS ના મકાન માટે જમીન ફાળવી છે. ત્યારે આ ICDS ની ફાળવેલી કેટલીક જમીન પર દબાણ કરી દેતા ICDS ના અધિકારીને ધ્યાને આવતા સરકારમાં રજુઆત કરતા હાલ પૂરતુ તાલુકા પંચાયતનું કામ બંધ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે જૂની તાલુકા પંચાયત તોડી પાડ્યા બાદ અત્યારે તેના અઘિકારીઓ અને કર્મચારીઓ અલગ અલગ જર્જરિત મકાનોમાં બેસી કામ કરે છે જેથી કામ અર્થે આવતા રોજના અનેક લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે હવે ફરી કામ અટકી જતા લોકોને વધારે હેરાન થવું પડશે. ત્યારે તાલુકા પંચાયતમાં કામ કરતા કર્મચારીઓ અને રજૂઆત માટે આવતા લોકોની માંગ છે કે સરકાર તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવી જલ્દી તાલુકા પંચાયત બિલ્ડિંગ બનાવે તો તેમને રોજની મુશ્કેલીઓમાથી છુટકારો મળી શકે.