પાલનપુરથી ઝડપાયેલા દૂધનો રેલો ગાંધીનગર પહોંચ્યો : રૂ.1.67 લાખના 4781 લીટર દૂધનો નાશ કરાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં તંત્રના ભેદી મૌન વચ્ચે ભેળસેળીયા રાજાઓ દ્વારા જાહેર આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોવાની બુમરાણ મચી છે. ત્યારે પાલનપુર માંથી પુરવઠા વિભાગે રેડ કરી શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું. જે દૂધનું સેમ્પલ ફેઈલ થતા રૂ.1.67 લાખની કિંમતના 4781 લીટર દૂધનો જથ્થો કબ્જે કરી તેનો પાલનપુરની ડંપિંગ સાઈડ પાસે ખાડો ખોદી નાશ કરાયો હતો.

પાલનપુર-આબુ હાઇવે પર વર્ષોથી સધીમાં મિલ્ક પ્રોડક્ટ નામની મીની ડેરી આવેલી છે. જ્યાં બાતમીના આધારે ગતરોજ પુરવઠા વિભાગે રેડ કરતા શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાયો હતો. ફૂડ વિભાગ દ્વારા દૂધના સેમ્પલ ની તપાસ કરતા દૂધ અખાદ્ય હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી પાલનપુર આબુ હાઇવે પર સધીમાં મિલ્ક પ્રોડક્ટ નામની મીની ડેરી ચાલે છે. જ્યાંથી દૂધનો જથ્થો  ટેન્કર દ્વારા જુદા જુદા વિસ્તારમાં સપ્લાય થાય છે. જોકે, આજે ઘણા સમય પછી જિલ્લાના પુરવઠા વિભાગને બાતમી મળતા આજે સધીમાં મિલ્ક પ્રોડક્ટ પર દરોડા પાડ્યા હતા. જે દૂધનું સેમ્પલ ફેલ જતા જપ્ત કરાયેલ 4781 લીટર દૂધનો ગત મોડી રાત્રે પાલનપુરની ડંપિંગ સાઈડ પર નાશ કરાયો હતો.

જોકે, પાલનપુરમાંથી ઝડપાયેલા સફેદ દૂધના કાળા કારોબારનો રેલો ગાંધીનગર પહોંચ્યો હતો. ત્યારે પાલનપુરની સધીમાં ડેરી અને જ્યાંથી દૂધ મંગાવવામાં આવ્યું હતું. તે ગાંધીનગરની ગામઠી ડેરી સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જ્યારે આ દૂધ જ્યાં થી આવ્યું હતું અને જયા સપ્લાય કરાયું હતું ત્યાં પણ કાર્યવાહી કરવાની તંત્રએ તજવીજ હાથ ધરી હતી.

તંત્ર ઊંઘતું રહ્યું???: જો કે, આ ડેરી આજકાલની નથી. વર્ષોથી અહીં ધમધમે છે. ત્યારે તહેવારો ટાણે જ તપાસનું નાટક ભજવતું તંત્ર અંધારામાં રહ્યું ? કે પછી તંત્રના આંખ મીચામણા વચ્ચે આ ગોરખ ધંધો ચાલતો હતો? તેવા સવાલો ચર્ચાસ્પદ બન્યા છે. આ નાશ કરાયેલ દૂધનો જથ્થો લોકોના પેટમાં પધરાઈ ગયો હોત તો લોકોના આરોગ્ય સાથે કેવા ચેડાં થયા હોત તે સમજી શકાય તેમ છે. વર્ષોથી આ ધંધો ચાલતો હોઇ નાના ભૂલકાઓ સહિત લોકોએ સંપૂર્ણ આહારના નામે પૌષ્ટિક દૂધ ને બદલે અખાદ્ય દૂધ પી ને શરીર ને બીમારીનું ઘર બનાવ્યું હશે ને ? તે સવાલ પણ લોકોને અકળાવી રહ્યો છે. ત્યારે લોકોના જાહેર આરોગ્ય સાથે ખીલવાડ કરતા અનાજ ઘી સહિતના ખાદ્ય પદાર્થો બાદ હવે સફેદ નકલી દૂધનો કાળો કારોબાર પણ તંત્રના નાક નીચે ધમધમતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.