નવી દિલ્હી : હોળી પહેલા ઘરેલુ ગેસ સિલિન્ડર સસ્તો થયો, સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં ૫૩ રૂપિયાનો ઘટાડો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હીઃ હોળીના તહેવાર પહેલા સરકારે મોંઘવારીનો માર સહી રહેલી જનતાને ઘરેલું ગેસ સિલેન્ડરની કિંમતોમાં થોડી રાહત આપી દીધી છે. એટલે કે એક માર્ચથી કોઈપણ સબસિડી વાળો LPG સિલિન્ડર ૮૦૫ રૂપિયા અને મુંબઈમાં ૭૭૬ રૂપિયામાં મળશે. ગત વર્ષે ઓગસ્ટ બાદ આવું પહેલી વખત બન્યું છે, જ્યારે ગેસ સિલિન્ડરમાં ઘટાડો થયો છે. આ પહેલા ૬ મહિનામાં તેની કિંમતોમાં ૬ વખત વધારો થઈ ચુક્યો છે.
 
 
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ(IOCL)ના જણાવ્યા પ્રમાણે, રવિવારે લાગુ કરાયેલી નવી કિંમતો બાદ દિલ્હીમાં ૧૪.૨ કિલો સબસિડી વગરના ગેસ સિલિન્ડરના ભાવ ૫૩ રૂપિયા ઓછા થઈ ગયા છે.
 
 
 
 
૧લી માર્ચથી ગેસ સિલિન્ડરોના ભાવ
શહેર જૂના ભાવ નવા ભાવ
દિલ્હી ૮૦૫ રૂપિયા ૫૮૫ રૂપિયા
મુંબઈ ૭૭૬ રૂપિયા ૮૨૯ રૂપિયા
કોલકાતા ૮૩૯ રૂપિયા ૮૯૬ રૂપિયા
ચેન્નાઈ ૮૨૬ રૂપિયા ૮૮૧ રૂપિયા
 
હાલમાં કેન્દ્ર સરકાર દર વર્ષે ૧૪.૨ કિલોના ૧૨ સિલિન્ડર પર સબસિડી આપે છે. ૧૨થી વધારે સિલિન્ડર પર ગ્રાહકોને કિંમત ચુકવવી પડે છે. ગેસ સિલિન્ડરની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ન્ઁય્ના ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. ઘરેલું ગ્રાહકો પ્રત્યે સિલિન્ડર લગભગ ૧૫૪ રૂપિયાની સબસિડી આપે છે. ૨૦ ફેબ્રુઆરી પહેલા ૧૪.૨ કિલોના સિલિન્ડર પર ૧૫૩.૮૬ રૂપિયા આપવામાં આવતી હતી. ત્યારબાદ સરકારે તેને વધારીને ૨૯૧.૪૮ રૂપિયા કરવાની વાત કહી હતી. સાથે જ વડાપ્રધાન ઉજ્જવલા યોજના હેઠળ મળનારી સબસિડી ૧૭૪.૪૮ રૂપિયાથી વધારીને ૩૧૨.૪૮ પ્રતિ સિલિન્ડર કરવામાં આવી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.