![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/દાંતા-તાલુકા-યુવા-મોર્ચા-02-HED.jpg)
વિકસિત ભારત સંકલ્પ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું
વિકસિત ભારત સંકલ્પ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું: ભારતીય જનતા પાર્ટી, દાંતા તાલુકા યુવા મોર્ચા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત 10 કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાંતા સરભવાનીસિંહ વિદ્યાલયથી દોડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને મોટાસડા મુકામે સરસ્વતી વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા. જેમાં મોટાપાયે ભાજપના કાર્યકરો અને યુવાનો – યુવતીઓ જોડાયા હતા. મેરેથોન દોડ પરિપૂર્ણ થયા બાદ સરસ્વતી વિદ્યાલયમાં બેઠક કરવામાં આવી હતી. જેમાં મેરેથોન દોડમાં ઉપસ્થિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મેરેથોનમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનારને પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.