અમીરગઢની ત્રણ સ્કુલમાં ભોજન ના મળતા વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

વિદ્યાર્થીઓએ કહ્યું પાણી જેવું શાક અને એક મોસંબીના ચાર ટુકડાં કરે છે

અધકચરી અને બળેલી રોટલીઓ તથા પાણી જેવું વઘારિયું દહીં મળે છે: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં તમામ બાળકોને સવારે નાસ્તો, બપોરનું ભોજન, સાંજે જમવાનું, યુનિફોર્મ, સ્ટેશનરી, ટોઇલેટરી, પુસ્તકો ચોપડા સહિતની શૈક્ષણિક કીટ જરૂરિયાત ની તમામ ચીજ વસ્તુઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ અહીં તો સ્કૂલના સંચાલકો અને મેનેજર પોતાની મનમાની કરતાં હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યા હતાં. સ્કૂલના બાળકોઓનાં જણાવ્યાં અનુસાર છેલ્લા ઘણાં સમયથી સ્કૂલનાં મેનુ પ્રમાણે નહિ પરંતુ સંચાલકો અને મેનેજર મનમાની કરી પોતાની મરજી મુજબ જમવાનું બનાવે છે.

વિધાર્થી એ કહ્યું કે, પાણી જેવું શાક અને મોસંબીનાં ચાર ટુકડાં કરી આપે છે. દહીં પણ પાણી જેવું આપે અધકચરી અને બળેલી રોટલી જમાડવામાં આવે છે અને જોવા જઈએ તો આ કેમ્પસમાં ઘણી બાબતો જોવા મળે તેમ છે. આ બાબતે સ્કૂલનાં પ્રિન્સીપાલ એ જણાવ્યું હતું કે, અમે આ બાબતે હવે ધ્યાન રાખશું અને બાળકોને સારું જમવાનું મળે તેવું આશ્વાસન આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.