વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું ડમી ફેસબુક એકાઉન્ટ બનાવનાર શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી

ગુજરાત
ગુજરાત

ગઠિયાએ ‘હું આર્મીમાં છું તમને સસ્તું ફર્નિચર આપીશ તેમ કહી પૈસા માંગ્યા’: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું ફેસબુક પર ડમી એકાઉન્ટ બનાવીને ગઠીયાએ અલગ અલગ વ્યકિતને મેસેજ કર્યા હતા. જેમાં હું આર્મીમાં છું મારે ફર્નિચર વેચવાનું છે તો તમને સસ્તામાં આપી દઇશ તેમ કહીને પૈસા માંગ્યા હતા. જેની જાણ શંકરભાઈ ચૌધરીના સ્ટાફને થતાં સાયબર ક્રાઇમમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા આઇપી એડ્રેસના આધારે ડમી એકાઉન્ટ ઝારખંડમાં કોઇ શખ્સે બનાવ્યુ હોવાનું સામે આવ્યું હતું. આથી સાયબર ક્રાઇમની બે ટીમો ઝારખંડ પહોંચીને આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. બનાસકાંઠામાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું ફેસબુક પર તેમના ફોટા અને નામ સાથે એક ડમી એકાઉન્ટ બન્યું હતું. આટલું જ નહીં, ગઠીયો અલગ અલગ વ્યકિતને તે આર્મીમાં હોવાનો મેસેજ મોકલતો હતો.

શંકરભાઈ ચૌધરીના સ્ટાફને જાણ થતાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી:આ ઉપરાંત, મેસેજનો કોઇ વ્યકિત જવાબ આપે એટલે શખ્સ ફર્નિચરના ફોટો મોકલીને કહેતો કે, અમારું પોસ્ટિંગ અન્ય જગ્યાએ થયેલ છે આથી મારે ફર્નિચર વેચવાનું છે તો તમને સસ્તામાં પડશે તેમ કહીને પૈસાની માંગણી કરી હતી. પરંતુ સામેવાળા વ્યકિતને શંકા થતાં તેઓએ પેમેન્ટ ટ્રાન્સફર કર્યું ન હતું. બીજી તરફ, ડમી એકાઉન્ટ અંગે શંકરભાઈ ચૌધરીના સ્ટાફને જાણ થતાં તેઓએ તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. આથી સાયબર ક્રાઇમે તપાસ કરતા આઇપી એડ્રેસ, લોકેશન ઝારખંડનું આવતુ હોવાથી બે ટીમ તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા રવાના થઇ હતી. મહત્વનું છે કે, આ સાયબર ક્રાઇમ નોર્મલ રીતે આરોપી પકડાય ન ત્યાં સુધી અરજદાર પાસે હ્લૈંઇ લેવાને બદલે માત્ર અરજી લઇને તપાસ કરતી હોય છે. એક રાજકીય નેતાનું એકાઉન્ટ ડમી બનતા સાઇબર ક્રાઇમની ટીમ દોડતી થઇ હતી અને આરોપીની શોધખોળ હાથ ધરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.